Cricket/ ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી જેણે 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી

ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી કે જેણે આ રમતમાં 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી છે. તમે વિચારતા હશો કે આ કેવી રીતે બની શકે કારણ કે આવુ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા જેટલા પણ ખેલાડીઓ તમારા ધ્યાનમાં આવે છે.

Sports
4 હજાર

ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી કે જેણે આ રમતમાં 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી છે. તમે વિચારતા હશો કે આ કેવી રીતે બની શકે કારણ કે આવુ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા જેટલા પણ ખેલાડીઓ તમારા ધ્યાનમાં આવે છે, તેમણે તો આ શિખર સર કર્યો નથી, તો કોણ છે આ શાનદાર ખેલાડી, આવો જાણીએ તેના વિશે.

1 380 ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી જેણે 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી

આ પણ વાંચો – Tokyo Paralympics / ભારતને મળ્યો વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

જોકે ક્રિકેટનાં ઇતિહાસમાં ઘણા દિગ્ગજ ઓલરાઉન્ડર રહ્યા છે, જ્યાં કેટલાકએ તેમના તેજસ્વી પ્રદર્શનથી ઘણી મેચોને ઈતિહાસમાં યાદગાર બનાવી દીધી છે, તો કેટલાક એવા પણ છે જેમણે વિશ્વ ક્રિકેટમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. દરેક વ્યક્તિએ દક્ષિણ આફ્રિકાનાં મહાન ઓલરાઉન્ડર જેક કાલિસનું નામ તો સાંભળ્યું જ હશે, જેનું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં બંને ફોર્મેટમાં 10,000 થી વધુ રન અને 250 થી વધુ વિકેટ છે. પરંતુ આજે અમે તમને એક એવા લિજેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ શાનદાર ખેલાડીનું નામ વિલ્ફ્રેડ રોડ્સ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં, રોડ્સે એક હજારથી વધુ મેચ (1110) રમી જેમાં તેણે 39,969 રન અને 4204 વિકેટ લીધી. આ વાંચીને તમને આશ્ચર્ય તો થયું જ હશે, પરંતુ આ હકીકત એકદમ સાચી છે. રોડ્સનાં નામે સૌથી જૂની ટેસ્ટ ક્રિકેટ રમવાનો રેકોર્ડ છે. 52 વર્ષ અને 165 દિવસની ઉંમરે, તે 1929-30માં વેસ્ટ ઇન્ડીઝ સામે મેદાનમાં ઉતર્યા હતા. તેમની ટેસ્ટ કારકિર્દી 30 વર્ષથી વધુની હતી.

1 381 ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી જેણે 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી

આ પણ વાંચો – IPL 14 / શ્રેયસ ઐયર IPL નાં બીજા તબક્કામાં રમવા માટે ફીટ, છતા નહી મળે દિલ્હીની કેપ્ટનશીપ

વિલ્ફ્રેડ રોડ્સ ઈંગ્લેન્ડનાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. તે એક શાનદાર બેટ્સમેન હતા. 11 માં નંબર પર બેટ્સમેન તરીકેની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ, તે ઇનિંગની શરૂઆતમાં પહોંચી ગયા હતા. રોડ્સનાં નામે 58 ટેસ્ટ મેચ અને કુલ 1110 ફર્સ્ટ ક્લાસ મેચ છે. તે ડાબા હાથનાં બોલર હતા. તેમનો જન્મ આ દિવસે એટલે કે 29 ઓક્ટોબર 1877 નાં રોજ થયો હતો. આપને જણાવી દઇએ કે, 1877 માં કર્કહીટન, યોર્કશાયરમાં જન્મેલા, રોડ્સે તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ડાબા હાથનાં સ્પિનર ​​(ઓર્થોડોક્સ) તરીકે કરી હતી. રોડ્સને 1896 માં ગાલા ક્રિકેટ ક્લબની પ્રથમ ઈલેવન માટે રમવા માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ 1898 માં જ્યારે યોર્કશાયર કાઉન્ટી ટીમે તેમને ડાબા હાથનાં સ્પિનરનાં વિકલ્પ તરીકે જોયો ત્યારે તેનું નસીબ ચમક્યું. થોડીક મૈત્રીપૂર્ણ મેચ રમ્યા બાદ, ટૂંક સમયમાં તેઓ કાઉન્ટી ઇલેવનની મુખ્ય ટીમમાં પસંદગી પામ્યા હતા. યોર્કશાયર તરફથી રમતા, રોડ્સે તેમના પ્રથમ વર્ષમાં 154 વિકેટ લીધી હતી અને તેમનીઆ  સિદ્ધિનાં કારણે તેમને 1899 માં ‘વિઝડન ક્રિકેટર ઓફ ધ યર’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

1 382 ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી જેણે 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ ટીમમાં ફેરફાર, બટલર થયો સીરીઝથી બહાર, આ ઓલરાઉન્ડર લેશે જગ્યા

આ ખાસ સિદ્ધિ મેળવ્યા બાદ તેમણે ક્યારે પાછુ વળીને જોયુ નથી.  તેમનું પ્રદર્શન સમયની સાથે વધુ ને વધુ શાનદાર થવા લાગ્યુ હતુ. 1900 થી 1902 ની વચ્ચે, તેમણે 14 ની એવરેજથી 725 વિકેટ લીધી, જેમાં 68 મેચમાં 5 અને 21 મેચમાં 10 વિકેટનો સમાવેશ થાય છે. 1903 થી, તેમની બોલિંગમાં થોડો ઘટાડો થવાનું શરૂ થયું પરંતુ તેનુ કારણ બેટિંગમાં તેમના સુધારેલા પ્રદર્શનને માનવામાં આવે છે. 1904 અને 1905 માં તેમણે એક સીઝનમાં 1500 થી વધુ રન અને 100 થી વધુ વિકેટ લેવાનો બેવડો રેકોર્ડ બનાવ્યો હતો. 1905 થી પ્રથમ વિશ્વ યુદ્ધ પછી, તેમની બેટિંગમાં સતત સુધારો થયો, જેના કારણે તેમને ટીમમાં ઓપનર તરીકે જોવામાં આવ્યા. 1919 માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી કાઉન્ટી ક્રિકેટ ફરી શરૂ થઇ ત્યારે યોર્કશાયરનાં નબળા બોલિંગ વિભાગને કારણે રોડ્સે બોલિંગની કમાન સંભાળી લીધી. તેમની બોલિંગ ધાર અને સ્પિન ભૂલી ગયા હોવા છતા, સતત સખત પ્રેક્ટિસ બાદ તેમનું ખોવાયેલું ફોર્મ પાછું આવ્યું અને તેમને ઘણી વિકેટ મળી. તેમની ડોમેસ્ટીક ક્રિકેટ કારકિર્દી 1898 થી 1930 વચ્ચે લગભગ 33 વર્ષ ચાલી હતી.