Not Set/ માત્ર ૧ રન અને ૭ વિકેટ, ઈંગ્લેંડમાં રમાયેલી ક્લબ મેચમાં પીટરબોરોની ટીમે મેળવી અસંભવિત જીત, જુઓ

 પીટરબોરો (ઈંગ્લેંડ) ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાઓની રમત માનવામાં આવે છે, કારણ કે એક તરફ જ્યાં ક્રિકેટની દુનિયામાં રનોના ઢગલા ઉભા થઇ રહ્યા છે તો બોલરો માટે બોલિંગ કરવું એક પહાડ સમાન જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી બાજુ એક વાક્ય સામે આવ્યું છે જેમાં માત્ર ૧ રનમાં ૭ વિકેટ પડી ગઈ છે. ઈંગ્લેંડમાં રમાયેલી ક્લબ મેચમાં […]

Trending Sports
depositphotos 10205524 stock photo cricket ball hitting wickets માત્ર ૧ રન અને ૭ વિકેટ, ઈંગ્લેંડમાં રમાયેલી ક્લબ મેચમાં પીટરબોરોની ટીમે મેળવી અસંભવિત જીત, જુઓ

 પીટરબોરો (ઈંગ્લેંડ)

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાઓની રમત માનવામાં આવે છે, કારણ કે એક તરફ જ્યાં ક્રિકેટની દુનિયામાં રનોના ઢગલા ઉભા થઇ રહ્યા છે તો બોલરો માટે બોલિંગ કરવું એક પહાડ સમાન જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી બાજુ એક વાક્ય સામે આવ્યું છે જેમાં માત્ર ૧ રનમાં ૭ વિકેટ પડી ગઈ છે.

ઈંગ્લેંડમાં રમાયેલી ક્લબ મેચમાં વાયકોમ્બ ક્રિકેટ ક્લબ એક સમયે જીતની સ્થિતિમાં હતું પરંતુ આ ટીમને  હાર માટે મજબૂર કર્યું હતું.  

પ્રથમ બેટિંગ કરતા પીટરબોરો ક્લબે ૧૮૮ રન બનાવ્યા હતા. જયારે ૧૮૯ રનના જવાબમાં હાઈ વાયકોમ્બની ટીમ ૧૮૭ રન બનાવી શકી હતી અને માત્ર એક રનથી હાર થઇ હતી.

હકીકતમાં, પીટરબોરો ક્લબ દ્વારા આપવામાં આવેલા ૧૮૯ રનના ટાર્ગેટ સામે વાયકોમ્બ ક્રિકેટ ક્લબની ટીમ વિજયથી માત્ર ૩ રન દૂર હતી અને આ ટીમ પાસે ૭ વિકેટ બચી હતી. જો કે અહિયાથી આ મેચ અતિ રોમાંચક બની હતી.

પીટરબોરો ક્લબના ઝડપી બોલર કેરન જોન્સે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી અને આ ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.

ત્યારબાદ અંતિમ ઓવર કરવાની જવાબદારી ૧૬ વર્ષના ઓફ સ્પિનર ડેનયલ મલિકને આપવામાં આવી હતી. આ દરમિયાન ઓવરના પ્રથમ બોલે ૫૭ રન બનાવનારા નાથન હોક્સે એક રન કર્યો અને ત્યારબાદ મલિકે અંતિમ ત્રણ વિકેટ લઈને પીટરબોરો ક્લબની ટીમે અસંભવિત જીત મેળવી હતી.