Gujarat/ રાજ્યનાં આ વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

ગીરનાં વન્યપ્રાણી દીપડાનો દિનપ્રતિદીન મુંગા માલઢોર તેમજ માનવ જીંદગી પર હુમલો કરતા હોવાની ધટના વધી રહી છે…

Gujarat Others
11 5 sixteen nine 24 રાજ્યનાં આ વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઉના

ગીરનાં વન્યપ્રાણી દીપડાનો દિનપ્રતિદીન મુંગા માલઢોર તેમજ માનવ જીંદગી પર હુમલો કરતા હોવાની ધટના વધી રહી છે. ત્યારે ઊના ગીરગઢડા તાલુકાની વાડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન દીપડા શિકારની શોધમાં આંટાફેરા કરતો હતો.

આપને જણાવી દઇએ કે, ઊનાનાં આમોદ્રા ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડો શિકારની શોધમાં આંટાફેરા કરતો હોય અને ગત રાત્રીનાં ગોબરભાઇ ડોસાભાઇ છેલાણાની બકરા પુરવાની ઝોકમાં વન્યપ્રાણી દીપડો આવી પડતા બે બકરાઓનું શિકાર કરી નાશી છુટ્યો હતો.  જે અંગેની જાણ વનવિભાગને કરતા વનવિભાગની ટીમ સ્થળે દોડી જઇ દીપડાને પુરવા આ વિસ્તારમા પાંજરૂ ગોઠવી દીધેલ હતું. જે બાદ દીપડો ફરી શિકારની શોધમાં આવતા પાંજરામાં મુકેલ મારણની લાલચમાં પાંજરે પુરાઇ ગયો હતો.

દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત ઉના શહેરનાં રામનગર ખારા વિસ્તારમાં આવેલ પાંજરાપોર વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બે દિપડા આવી ચડ્યા હોય અને રહેણાંક મકાન પાસેથી ભુંડનો શિકાર કરી નાશી જતાં  હોય અને ત્યાથી પસાર થતા લોકોનાં નજરે પડતા દીપડો વાડીમાં લપાઇને છુપાય જતાં આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. જેથી વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવા માંગણી ઉઠવા પામેલ છે..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો