Gandhinagar News: આજથી ગુજરાતના શિક્ષણ બોર્ડની પ્રથમ સત્રની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 20 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નવથી બારમા ધોરણની પ્રથમ સત્રની પરીક્ષા આપવામાં આવશે. તમામ સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થશે. 23મી ઓક્ટોબર સુધી પ્રથમ સત્રની પરીક્ષા ચાલશે. પરીક્ષા બાદ સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન હશે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી શરૂ થનારી પરીક્ષા 23મી ઓક્ટોબર સુધી ચાલશે.

નવરાત્રી પુરી થતા જ હવે સ્કૂલો-કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9થી 12માં એટલે કે માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આવતીકાલે 14મીથી પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થશે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 18 હજારથી વધુ સ્કૂલોમાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પ્રથમ સત્ર પરીક્ષાઓ આપશે.

બોર્ડના કેલેન્ડર મુજબ 13 જુનથી 27 ઓક્ટોબર સુધીનું પ્રથમ સત્ર છે. જ્યારે સ્કૂલોએ આ પ્રથમ સત્ર પરીક્ષાઓ 23મી ઓક્ટોબર સુધી પુરી કરવાની રહેશે. દરેક સ્કૂલે ફરજીયાતપણે બોર્ડની તારીખો મુજબ જ પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરીને પરીક્ષા લેશે.
પ્રથમ સત્રની પરીક્ષાઓ પુરી થયા બાદ 28મી ઓક્ટોબરથી વિધિવત રીતે સ્કૂલોમાં દિવાળી વેકેશન શરૂ થશે અને જે 17 ઓક્ટોબર સુધીનું એટલે કે 21 દિવસનું રહેશે. જ્યારે વેકેશન પુરુ થતા 18 નવેમ્બરથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થશે. પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન શરૂ થશે અને પુરુ થશે. નવરાત્રિ પૂરી થયા બાદ હવે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સાથે પ્રાથમિક સ્કૂલોમાં પણ પ્રથમ સત્રની પરીક્ષાઓ જીસીઈઆરટીના ટાઈમ ટેબલ મુજબ શરૂ થશે.
આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન
આ પણ વાંચો: વિદ્યાર્થીઓને CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષામાં બેસવા માટે 75 ટકા હાજરી હોવી જરૂરી
આ પણ વાંચો: રાજ્યમાં ગ્રેડ 3 ની ભરતી પરીક્ષા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ, એક મહિનામાં બીજી વખત આવું બન્યું
