Court/ કઈ તારીખથી રાજ્યની તમામ કોર્ટ ફિજિકલ રીતે શરુ થશે…જાણો.

કોરોના કાળના પ્રારંભ થયાની સાથે રાજ્યની તમામ અદાલતોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગ્યા બાદ જૂનથી અનલોક 1નો સમયગાળો શરુ થયો હતો. જેમાં કેટલાક ક્ષેત્રને શરતોને આધીન ચાલુ કરાયા હતા. જોકે નીચલી કોર્ટ અને વડી અદાલતની પ્રક્રિયાને વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી શરુ કરાઈ હતી. જેના કારણે વકીલોને ઘણી સમસ્યાઓનો સામનો […]

Ahmedabad Gujarat
Untitled 60 કઈ તારીખથી રાજ્યની તમામ કોર્ટ ફિજિકલ રીતે શરુ થશે...જાણો.

કોરોના કાળના પ્રારંભ થયાની સાથે રાજ્યની તમામ અદાલતોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગ્યા બાદ જૂનથી અનલોક 1નો સમયગાળો શરુ થયો હતો. જેમાં કેટલાક ક્ષેત્રને શરતોને આધીન ચાલુ કરાયા હતા. જોકે નીચલી કોર્ટ અને વડી અદાલતની પ્રક્રિયાને વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી શરુ કરાઈ હતી. જેના કારણે વકીલોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. નેટકનેક્ટની સમસ્યા સાથે સાથે ફિજિકલ કોર્ટ બંધ હોવાને કારણે વકીલોને તેમના નવા અસીલો મળવાના બંધ થઇ ગયા હતા. તો બીજી તરફ કોર્ટમાં માત્ર જરૂરિયાત મુજબના જેવા કે જામીન અરજી, મુદામાલ પરત મેળવવાની અરજી સહીત પરચુરણ કામકાજના જ કેસો ચાલી રહ્યા હતા.જેના કારણે વકીલોની આર્થિક પરિસ્થતિ ઉપર ખુબજ ભારે અસર પડી હતી.

વળી, જુનિયર વકીલોને કામકાજ ન મળતા તેમણે અન્ય જગ્યાએ નોકરી કરવાનું વિચારી માંડ્યું હતું અને આ માટે બાર કાઉન્સિલએ પણ વકીલોને વકીલાત સિવાયના ક્ષેત્રોમાં થોડા સમય પૂરતી નોકરી કરવાની પરવાનગી આપી હતી.જોકે, વકીલો ઘણા અસમંજસ હતા કે નોકરી ક્યાં કરવી ? અને કોણ તેમને થોડા સમય સુધી નોકરી ઉપર રાખશે ?

આમ, રાજ્યની તમામ કોર્ટના વકીલોએ અનેકવાર બાર કાઉન્સિલ અને ગુજરાત હાઇકોર્ટને રજુઆત કરી હતી કે, રાજ્યમાં ધીરે ધીરે કરીને કોરોનાનો કહેર ઘટતો જઈ રહ્યો છે. અને કોર્ટ સિવાયના મોટાભાગના એકમો રાબેતા મુજબ શરુ થઇ ગયા છે માટે કોર્ટોને પણ ફિજિકલ રીતે શરુ કરી દેવી જોઈએ જેથી વકીલોની આવક શરુ થાય અને તેમના અસીલોને પણ જે તકલીફો નડી રહી છે તે દૂર થાય.

ગુજરાત હાઇકોર્ટે આજે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યના વકીલોને મોટી રાહત આપતા સમાચાર આપ્યા છે કે આગામી 1માર્ચથી રાજ્યની તમામ નીચલી કોર્ટ અને રાજ્યની વડી અદાલતને સરકારની ગાઈડ લાઈન મુજબ ફિજિકલ રીતે શરુ કરવામાં આવશે. વકીલો અને અસીલોની સાથે કોર્ટના કર્મચારીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ જેવી સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 1 માર્ચથી કોર્ટ રાબેતા મુજબ શરૂ થશે તેવા અહેવાલો વકીલો સુધી પહોંચતા વકીલોની અંદર એક જાતનો ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો