New Delhi/ 100 ટકા ફ્રૂટ જ્યુસના દાવા કરનારી કંપની સામે FSSAI નું કડક વલણ

ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાંથી હટાવો માહિતી

Top Stories India
White Minimalist And Natural Travel YouTube Thumbnail 4 100 ટકા ફ્રૂટ જ્યુસના દાવા કરનારી કંપની સામે FSSAI નું કડક વલણ

New Delhi News : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આદેશ આપીને તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO)ને રિકન્સ્ટીટ્યુટેડ ફ્રૂટ જ્યુશના લેબલ તથા જાહેરાતોમાંથી ‘100 ટકા ફ્રૂટ જ્યૂસ’ના કોઈ પણ પ્રકારના દાવાને તાત્કાલિક અસરથી હટાવવા જણાવવામાં આવ્યું છે.તે સિવાય તમામ FBOએ 1લી સપ્ટેમ્બર 2024 અગાઉ તમામ વર્તમાન પ્રી-પ્રિન્ટેડ પેકિજિંગ મટેરિયલને ખતમ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
FSSAIના ધ્યાનમાં આવ્યું હતું કે અનેક ફૂડ બિઝનેસ ઓપરેટર્સ અનેક પ્રકારના Reconstituted ફ્રૂટ ડ્યુસનું ખોટી રીતે માર્કેટીંગ કરી રહ્યા છે, ઉપરાંત તેઓ દાવો કરે છે કે 100 ટકા ફ્રુટ જ્યુસ છે.
તપાસ બાદ FSSAI એ નિષ્કર્ષ પર પહોંચેલ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (માર્કેટીંગ અને દાવાઓ) રેગ્યુલેશન 2018 પ્રમાણે, 100 ટકા દાવા કરવાની કોઈ જોગવાઈ નથી.
જેમાં અનેક માહિતીમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં કે જ્યાં ફ્રુટ જ્યુસનું મુખ્ય ઈંગ્રીડિએન્ટ પાણી અને પ્રાઈમરી ઈંગ્રીડિએન્ટ, જેમના દાવા કરવામાં આવે છે, તે ફક્ત મર્યાદિત પ્રમાણમાં જ હોય છે, એટલે કે જ્યારે ફ્રૂટ જ્યુસને પાણી અને ફ્રુટ કોન્સેટ્રેટ્સ અથવા અન્ય ઘટકો સાથે પૂરક સ્થિતિમાં હોય છે.
પુનઃગઠીત ફ્રુટ જ્યુસને 100 ટકા ફ્રુટ જ્યુસ સ્વરૂપમાં માર્કેટીંગ અને વેચાણ સંબંધિત રજૂ સ્પષ્ટીકરણમાં FBOને યાદ અપાવવામાં આવે છે કે તેમણે ફ્રુટ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન, 2011ના સબ-રેગ્યુલેશન 2.3.6 અંતર્ગત નિર્દિષ્ટ ફળોના રસને લગતા માપદંડોનું પાલન કરવું જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નીતિશ કુમારની શરદ પવાર સાથે વાતચીત

આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?

આ પણ વાંચો: વારાણસી સીટ પર પીએમ મોદી પાછળ, તો કોંગ્રેસે કહ્યું- આ ટ્રેલર છે