Not Set/ ગાંધીજીની 150મી જયંતી પર ગહલોત સરકારે તમ્બાકુ, પાન મસાલા અને ફ્લેવર્ડ સુપારી પર લગાવ્યો પ્રતિબંધ

આજે દેશ ગાંધીજીની 150 મી જન્મ જયંતી મનાવી રહ્યુ છે. ત્યારે દેશભરનાં નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગાંધીજીની જયંતી પર ગહલોત સરકારે મોટી ઘોષણા કરી છે. રાજ્યમાં હવે મેગ્નેશિયમ કાર્બોનેટ નિકોટિન તમાકુ, મિનરલ ઓઇલ યુક્ત પાન મસાલા અને ફ્લેવર્ડ સુપારીનાં ઉત્પાદન, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ લગાવી છે. તબીબી મંત્રી ડો.રઘુ શર્મા […]

Top Stories India
pjimage 2019 10 02T144954.178 ગાંધીજીની 150મી જયંતી પર ગહલોત સરકારે તમ્બાકુ, પાન મસાલા અને ફ્લેવર્ડ સુપારી પર લગાવ્યો પ્રતિબંધ

આજે દેશ ગાંધીજીની 150 મી જન્મ જયંતી મનાવી રહ્યુ છે. ત્યારે દેશભરનાં નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગાંધીજીની જયંતી પર ગહલોત સરકારે મોટી ઘોષણા કરી છે. રાજ્યમાં હવે મેગ્નેશિયમ કાર્બોનેટ નિકોટિન તમાકુ, મિનરલ ઓઇલ યુક્ત પાન મસાલા અને ફ્લેવર્ડ સુપારીનાં ઉત્પાદન, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ લગાવી છે. તબીબી મંત્રી ડો.રઘુ શર્મા દ્વારા તેની ઘોષણા કરવામાં આવી છે. આ માટે ગેઝેટ નેટીફિકેશન જાહેર કરવામાં આવી છે.

ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તમ્બાકુનો ઉપયોગ એ ભારત અને વૈશ્વિક સ્તરે મૃત્યુ અને બિમારીનું મુખ્ય કારણ છે. ભારતમાં તમ્બાકુનાં વપરાશથી મૃત્યુદર અને માંદગીનું પરિણામ ભાર ભારતમાં ઘણો વધારે છે. ભારતમાં દર વર્ષે તમાકુને કારણે 13.5 લાખ લોકોનાં મોત થાય છે. આ દરેક બધા ચિંતાનો વિષય છે.

યુવા પેઢીને બચાવવા માટે, દેશભરનાં તમામ રાજ્યોએ સમાન પ્રતિબંધને લાગુ કરવુ જોઈએ. જેથી આવનારી પેઢીને આવા જોખમોથી બચાવી શકાય.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.