Ahmedabad/ ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરની ધરપકડ કરતી ગાયકવાડ હવેલી પોલીસ

શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરીને કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

Ahmedabad Gujarat
A 92 ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરની ધરપકડ કરતી ગાયકવાડ હવેલી પોલીસ

@રિઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરીને કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને શંકા સ્પદ વ્યક્તિઓની પોલીસ અટકાયત કરીને તેમની સાથે કડક પૂછપરછ પણ કરી રહી છે તેમજ વોન્ટેડ માથાભારે ઈસમો ની ધરપકડ કરીને તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈ કાલે ઘરફોડ ચોરીની ઘટના બની હતી. જેમાં ચંપા મિલ પાસેના મકાનમાં મોબાઇલ ચોરીની ઘટના સામને આવી હતી. જેમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ના પી.આઇ બ્લોચ અને પીએસઆઈ સિંઘરથીયા ની સ્કોડે ગણતરી ની કલાકોમાં સલીમ શેખ નામના ઇસમની ધરપકડ કરી લેતા તેના પાસેથી ત્રણ મોબાઇલ ફોન તેમજ એક એક્ટિવાને જપ્ત કરી લીધી હતી.

સલીમ સાથે પોલીસે પૂછપરછ હાથ ધરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે જ ચંપા મિલ પાસેના મકાનમાં ચોરી કરી હતી. આમ, ગાયકવાડ હવલી પોલીસે સલીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.