Gujarat/ ધનસુરા-બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં બંદૂકની અણીએ લૂંટ

અરવલ્લી જિલ્લાનાં ધનસુરામાં આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં 6 જેટલા શખ્સોએ બંદૂકની અણી બતાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.

Gujarat Others
ગરમી 52 ધનસુરા-બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં બંદૂકની અણીએ લૂંટ

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી

અરવલ્લી જિલ્લાનાં ધનસુરામાં આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં 6 જેટલા શખ્સોએ બંદૂકની અણી બતાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ઓફીસ કર્મચારીને બંદૂક બતાવી ગોંધી રાખી 6 જેટલા શખ્સોએ ઓફીસમાં રાખેલી ઓઈલ મીલનાં માલિકની 25 હજારથી વધુ ની મત્તાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ધનસુરા પોલીસમાં દોડધામ મચી છે. અને ઓઈલ મીલમાં ત્રીજી વખત બનેલી ચોરીની ઘટનાને પગલે ઓઈલ મીલ માલિકમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગરમી 53 ધનસુરા-બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં બંદૂકની અણીએ લૂંટ

Covid-19 / દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુભાઇ જમનાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

પોલીસ પેટ્રોલિંગનાં દાવા પોકળ

ધનસુરા પંથકમાં નાના ગલ્લાઓમાં થયેલી ચોરીઓ બાદ મહાલક્ષ્મી ઓઈલ મીલમાં બંદૂકની અણીએ થયેલી લૂંટ બાદ ધનસુરા પોલીસનાં રાત્રી પેટ્રોલિંગનાં દાવા સામે અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે….???? જિલ્લામાં સસ્પેન્ડ થયેલા પી.આઈ અને પી એસ આઈ બાદ પોલીસ અધિકારીઓ ની ઘટ પડતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે.

ગરમી 55 ધનસુરા-બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં બંદૂકની અણીએ લૂંટ

જિલ્લાનાં પોલીસ બેડામાં કેટલાક કારણોસર સમયાંતરે સસ્પેન્ડ થયેલા પી આઈ અને પી એસ આઈનાં કારણે જિલ્લામાં પોલીસ અધિકારીઓની ઘટ વચ્ચે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

રાજકોટ: મેયર બંગલો મેયર માટે અપશુકનિયાળ: રેસકોર્સ રિંગરોડ ઉપર છે આ શાનદાર બંગલો

ગરમી 54 ધનસુરા-બાયડ રોડ પર આવેલી મહાલક્ષ્મી ઓઈલ મીલમાં બંદૂકની અણીએ લૂંટ

ઓઈલ મીલ પાછળ આવેલા રેલવે ટ્રેકનો તસ્કરો ફાયદો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે.

ઓઈલ મીલ પાછળથી પસાર થતી મોડાસા – નડિયાદ નાં રેલવે ટ્રેકનો ગેરલાભ તસ્કરો ઉઠાવતા હોવાનું ઓઈલ મીલનાં માલિકે જણાવ્યું હતું. રેલવે ટ્રેકનાં કારણે મીલની ફરતે મોટી પ્રોટેક્શન દીવાલ બનાવી ન શકતા હોવાનું પણ ઓઈલ મીલનાં માલિકે જણાવ્યું હતું. રેલવે વિભાગનાં કર્મચારીઓની મનમાનીનાં કારણે મીલમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ બની રહી હોવાનો આક્ષેપ ઓઈલ મીલનાં માલિકે કર્યા છે.

રાજકારણ: ગોંડલ નગરપાલિકા “પ્રમુખનો તાજ કોના શિરે”, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે નિર્ણય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ