Entertainment News/ મનોજ બાજપેયીની વિવાદિત ફિલ્મનું નામ બદલાયું, 23 ઓક્ટોબરે Netflix પર થશે રિલીઝ

મનોજ બાજપેયીની વિવાદિત ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’નું નામ બદલીને ‘Gajab Raat’ કરવામાં આવ્યું છે. ફિલ્મ 23 ઓક્ટોબરે Netflix પર રિલીઝ થશે.

Trending Entertainment
Gajab Raat: મનોજ બાજપેયીની વિવાદિત ફિલ્મનું નામ બદલાયું, 23 ઓક્ટોબરે Netflix પર રિલીઝ

Entertainment News: Gajab Raat મનોજ બાજપેયી ફરી એકવાર સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તેમની આગામી ફિલ્મને લઈને અગાઉ તેના નામને કારણે મોટો વિવાદ થયો હતો. ફિલ્મનું ઓરિજિનલ ટાઇટલ ‘ઘૂસખોર પંડિત’ રાખવામાં આવ્યું હતું, જેને લઈને સોશિયલ મીડિયા ઉપરાંત રાજકીય અને સામાજિક સ્તરે પણ વિરોધ થયો હતો. હવે મેકર્સે ફિલ્મનું નામ બદલીને (Gajab Raat )કરી દીધું છે.

ફિલ્મનો ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી એક એવા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાની ફરજ અને અંગત સ્વાર્થ વચ્ચે ફસાઈ જાય છે. ફિલ્મની વાર્તા એક રાત દરમિયાન બનેલી એવી ઘટનાઓની આસપાસ ફરે છે, જે મુખ્ય પાત્રના એક નિર્ણય બાદ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

‘Gajab Raat’નો ટ્રેલર થયો રિલીઝ

મનોજ બાજપેયીની (Gajab Raat )નો ટ્રેલર સસ્પેન્સ અને ડાર્ક ટોનથી ભરપૂર છે. ટ્રેલરમાં મનોજ બાજપેયી એક પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળે છે. તે પોતાના ફાયદા અને યોગ્ય નિર્ણય વચ્ચે સંઘર્ષ કરતો જોવા મળે છે.

જેમ જેમ રાત આગળ વધે છે તેમ તેમ તેના નિર્ણયો અનેક ગંભીર ઘટનાઓને જન્મ આપે છે. ફિલ્મમાં નૈતિક મૂંઝવણ, બદલાતી વફાદારી અને સસ્પેન્સને મહત્વ આપવામાં આવ્યું છે.

ટ્રેલરમાં એક જ વાર્તા સાથે અનેક પાત્રો અને અલગ-અલગ ઘટનાઓને જોડવામાં આવી છે. આ કારણે ફિલ્મની સ્ટોરીને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.

‘ઘૂસખોર પંડિત’ નામને લઈને થયો હતો વિવાદ

મનોજ બાજપેયીની આ ફિલ્મનું નામ અગાઉ ‘ઘૂસખોર પંડિત’ રાખવામાં આવ્યું હતું. મેકર્સે ફેબ્રુઆરીમાં ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, ટાઇટલ જાહેર થયા બાદ જ ફિલ્મ વિવાદમાં આવી ગઈ હતી.

ફિલ્મના નામથી ધાર્મિક અને જાતિ સંબંધિત ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપો લાગ્યા હતા. આ મામલે લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફિલ્મના નિર્દેશક અને તેમની ટીમ વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી.

ભોપાલમાં પણ ફિલ્મના નામનો વિરોધ થયો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. વિવાદ વધ્યા બાદ ફિલ્મના નિર્માતાઓએ તેનું નામ બદલવાનો નિર્ણય લીધો.

હવે આ જ ફિલ્મ નવા નામ Gajab Raat સાથે દર્શકો સમક્ષ આવશે.

રિતેશ શાહનું ડિરેક્ટર તરીકે ડેબ્યૂ

Gajab Raat સાથે રિતેશ શાહ ડિરેક્ટર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. રિતેશ શાહ અત્યાર સુધીમાં લેખક તરીકે જાણીતા રહ્યા છે. હવે તેઓ સસ્પેન્સ થ્રિલર દ્વારા દિગ્દર્શનની દુનિયામાં પગલું મૂકી રહ્યા છે.

ફિલ્મનું નિર્માણ નીરજ પાંડેની ‘ફ્રાઇડે ફિલ્મ વર્ક્સ’ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મનોજ બાજપેયી ઉપરાંત સાકિબ સલીમ, અક્ષય ઓબેરોય, દિવ્યા દત્તા, કીકુ શારદા અને નુસરત ભરુચા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ક્યારે અને ક્યાં રિલીઝ થશે ફિલ્મ?

મેકર્સે Gajab Raat ને સીધી OTT રિલીઝ માટે તૈયાર કરી છે. આ ફિલ્મ 23 ઓક્ટોબરે Netflix પર સ્ટ્રીમ થશે. ફિલ્મના ટ્રેલર બાદ હવે દર્શકો મનોજ બાજપેયીના નવા અને અલગ અંદાજને જોવા માટે ઉત્સુક છે.

મનોજ બાજપેયી અગાઉ પણ ક્રાઇમ, થ્રિલર અને ગંભીર પાત્રોમાં પોતાની મજબૂત એક્ટિંગ માટે જાણીતા રહ્યા છે. તેથી Gajab Raatમાં તેમનું પોલીસ અધિકારીનું પાત્ર પણ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની શકે છે.


આ પણ વાંચો:ધે વિલ કિલ યુ OTT પર રિલીઝ, એક્શન, હોરર અને ડાર્ક કોમેડીથી ભરપૂર ફિલ્મ

આ પણ વાંચો:YouTube-OTT પર કડક નિયંત્રણ રહેશે; નવા કાયદા આવશે કે જૂનામાં સુધારો થશે?

આ પણ વાંચો:‘બિગ બોસ OTT 2’ ફેમ જિયા શંકરે કરી સગાઈ: NRI બિઝનેસમેન સાથે સગાઇના બંધનમાં બંધાયા