Viral Video/ તમિલનાડુના શિવગંગામાં શાળાએ આવતા બાળકોનું ગજરાજે કર્યું સ્વાગત, જુઓ VIDEO

શિવગંગામાં શાળા ખુલ્યા બાદ વિદ્યાર્થીઓના સ્વાગત માટે હાથીને બોલાવવામાં આવ્યો હતો. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Videos
શિવગંગામાં

કોરોના મહામારીને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓને તાળાં લાગી ગયા હતા. પરંતુ જેમ જેમ સંક્રમણની અસર ઘટી રહી છે તેમ તેમ લોકોનું જીવન પાટા પર આવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી છે. શાળા શરૂ થતાં બાળકો અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવું જ કંઈક તમિલનાડુના શિવગંગામાં જોવા મળ્યું. અહીં ધોરણ 1 થી 8 સુધીની શાળા શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :યુવક ડોગ સાથે કરી રહ્યો હતો આવી હરકત, ત્યારે જ ગાય આવી અને થયું આવું….

શિવગંગામાં શાળા ખુલ્યા બાદ વિદ્યાર્થીઓના સ્વાગત માટે હાથીને બોલાવવામાં આવ્યો હતો. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હાથી તેની સૂંઠથી બાળકો પર પાણી છાંટીને તેમનું સ્વાગત કરી રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને આવકારવા પરંપરાગત વાદ્યોયંત્ર પણ વગાડવામાં આવ્યા હતા. આ સાથે તેમને શાળાના શિક્ષકો વતી ભેટ પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :આ યુવકે પેટ્રોલના ભાવ વધતાં કર્યો બાઇક સાથે આવો જુગાડ, બનાવી દીધી સાઇકલ

નોંધનીય છે કે, કોરોનાને કારણે શૈક્ષણિક સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ હતી. પરંતુ પરિસ્થિતિ સુધરી રહી હોવાથી શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ ફરી શરૂ થઈ ગઈ છે. જો કે, સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે શાળાએ આવતા બાળકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું આવશ્યક છે. આ સાથે, શાળા પ્રબંધનને સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે કે બાળકો સામાજિક અંતર અને માસ્ક જેવા જરૂરી પગલાંઓનું પાલન કરે.

આ પણ વાંચો :નીરજ ચોપરાને બાળકીએ કહ્યું- મારા ફેવરિટ તો તમે જ છો, દિલ જીતી રહ્યો છે આ વીડિયો

આ પણ વાંચો :સગર્ભા મહિલાએ બેબી શાવરમાં Manike Mage Hithe ગીત પર કર્યો ડાન્સ, લોકોએ કહ્યું- આ છે સુપર મોમ

આ પણ વાંચો :કરવા ચૌથના દિવસે શહનાઝ ગિલનો આ વીડિયો થયો વાયરલ, હાથમાં જોવા મળ્યો લાલ ચૂડો