Accident/ નાઈજીરીયામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 37 લોકોના મોત,બચાવ કામગીરી પુરજોશમાં

નાઇજીરિયામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નાઇજીરીયાના  મૈદુગુરી શહેરની બહાર 3 બસો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે

Top Stories World
5 2 6 નાઈજીરીયામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 37 લોકોના મોત,બચાવ કામગીરી પુરજોશમાં

નાઇજીરિયામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નાઇજીરીયાના  મૈદુગુરી શહેરની બહાર 3 બસો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે જેમાં 37 લોકોના મોત નિપજયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.આ અકસ્માત મંગળવારે થયો હતો. બે કોમર્શિયલ બસો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ પછી તેમને આગ લાગી હતી. દરમિયાન ત્રીજી બસને પણ અકસ્માત નડ્યો હતો

આ અકસ્માતની જાણ પોલીસને થયા તે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી પુરજોશ ચાલી રહી છે, પોલીસ આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. હાલ ઘાયલોને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે