Ahmedabad News: આજે ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ખાદીની ખરીદી કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે ગાંધી જયંતિ (Gandhi Jayanti) નિમિત્તે અમદાવાદના થલતેજ (Thaltej) વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પ્રેરિત ‘ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશન‘ (Khadi for Fashion, Khadi for Nation)ની મુહિમમાં સહભાગી થયા હતા.

સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને તેમણે ‘વોકલ ફોર લોકલ ‘ (Vocal for Local) અને ‘આત્મનિર્ભર ભારત’ ના ધ્યેય ને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ ‘યશ ખાદી એમ્પોરિયમ’ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ‘ઓમ ખાદી’માંથી ખાદી (Khadi)ની ખરીદી કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, સહિત મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો અને શહેર ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: 17 શહેરોમાં શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર થશે, 5 રૂ. ના ટોકનદરે મળશે સુવિધા
આ પણ વાંચો:ગાંધીનગર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી
