Not Set/ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર-અમદાવાદમાં વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે લોકો

ગુજરાતમાં મેઘરાજાએ પોતાની મહેર કરી છે. રાજ્યનાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ સારો પડી રહ્યો છે. પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તાર છે કે જ્યા વરસાદ જાણે રિસાઇ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. તેમ છતા અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદ 28 ટકા નોધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં જોવા મળ્યો છે. […]

Gujarat
assignment name in brief 8abdbbe0 8c23 11e7 af36 115e347150c8 ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર-અમદાવાદમાં વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે લોકો

ગુજરાતમાં મેઘરાજાએ પોતાની મહેર કરી છે. રાજ્યનાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ સારો પડી રહ્યો છે. પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તાર છે કે જ્યા વરસાદ જાણે રિસાઇ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. તેમ છતા અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદ 28 ટકા નોધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં જોવા મળ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

9345319916847287 1485848338 117301 ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર-અમદાવાદમાં વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે લોકો

આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આવતા પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે આ વચ્ચે સારા વરસાદનાં કારણે દક્ષિણ ગુજરાતમાં લોકો ખુશ થયા છે તો જ્યા વરસાદે હજુ પોતાના દર્શન નથી આપ્યા તેવા વિસ્તારોમાં લોકો અને ખાસ કરીને ખેડૂતો ચિંતિત બન્યા છે. માંડવી, ઓલપાડ, માંગરોળ, કડોદરા સહિતનાં વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશી સ્પષ્ટ દેખાઇ હતી. સાવરકુંડલામાં બે ઇંચ, બાબરા, રાજુલામા અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જાફરાબાદ અને ધારી પંથકમા હળવા ઝાપટા પડ્યા હતા. જસદણ શહેરમાં એક ઇંચ વરસાદ જ્યારે જસદણનાં ગ્રામ્ય પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જામનગરનાં ગ્રામ્ય પંથકમાં અડધાથી એકાદ ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં પીપરટોડામાં 26,મોટા ખડબામાં 30, જાંબુડામાં 16, જામ વંથલીમાં 15, બેરાજામાં 15, શેઠ વડાળામાં 20, જામવાડીમાં 30, ધુનડામાં 17, ધ્રાફામાં 15, ભણગોરમાં 13 મીમી. વરસાદ બુધવાર સાંજ સુધીમાં નોંધાયો હતો.

in ahm 0 ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર-અમદાવાદમાં વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે લોકો

ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં વઘઈમાં 3.4 ઇંચ, આહવામાં 3.64 ઇંચ, સાપુતારામાં 1.48 ઇંચ, સુબિરમાં 1.88 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં ઉમરાળા, મહુવા અને ગારિયાધારમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળા, પાલિતાણા અને સિહોરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આપને જણાવી દઇએ કે, સુરતમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉકાઈ ડેમમાં 278.49 ફુટ પાણીની જળસપાટી નોંધાઇ છે. ઇનફલૉ 600 ક્યુસેક ઓઉટ ફલો 600 ક્યુસેક પાણી નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.