Not Set/ કયા મોતના આંકડા સાચા ? સરકારી ચોપડે નોધાયેલા કે સ્મશાન ગૃહના ?

સૌથી વધુ આરોગ્ય શાખાના કર્મચારીઓ ઝપટમાં આવ્યા છે.  સંક્રમણને પગલે અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.  વકરતી કોરોના સ્થિતી વચ્ચે રેપીડ ટેસ્ટ કીટની ભારે અછત બહાર આવી છે.

Top Stories Gujarat Others Trending
shirish 6 કયા મોતના આંકડા સાચા ? સરકારી ચોપડે નોધાયેલા કે સ્મશાન ગૃહના ?

ગુજરાત માં ૨૭ વર્ષથી વધુ સમયથી સત્તા પર છે તે સત્તાધારી પક્ષ ભાજપના સૂત્ર ‘જય શ્રી રામ’ હાલ ‘રામ નામ સત્ય હૈ ’ની કગાર પર આવી પહોચ્યું છે.  વૈશ્વિક મહામારી કોરોનાનું તાંડવ દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. ગાંધીનગર – કોરોનાની સ્થિતીમાં રોજેરોજ રેકોર્ડ સર્જી રહ્યું છે.  મનપામાં સેક્ટર 5માં સૌથી વધુ કેસ નોંધાતાં બન્યું હોટ સ્પોટ વિસ્તાર બન્યો છે.  ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોના બ્લાસ્ટ જેવી પરિસ્થિતિ છે.  29 કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

 સૌથી વધુ આરોગ્ય શાખાના કર્મચારીઓ ઝપટમાં આવ્યા છે.  સંક્રમણને પગલે અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.  વકરતી કોરોના સ્થિતી વચ્ચે રેપીડ ટેસ્ટ કીટની ભારે અછત બહાર આવી છે.  કીટની અછતને પગલે ટેસ્ટીંગ મર્યાદિત કરાવાયા છે.  3 દિવસ ચાલે એટલો જ કીટનો જથ્થો જીલ્લામાં ઉપલબ્ધ હોવાના અહેવાલ  પણ સાંપડી રહ્યા છે.

સરકારી ચોપડે દર્શાવાયેલા કેસ

તારીખ         – ગાંધીનગર    – ગાંધીનગર મનપા

09 એપ્રિલ      45                       41

10 એપ્રિલ      48                        44

11 એપ્રિલ      56                        45

12 એપ્રિલ      55                        51

13 એપ્રિલ      56                        54

14 એપ્રિલ      62                        58

15 એપ્રિલ      68                        61

તો બીજી બાજુ જીલ્લામાં કોરોનાથી થયેલામોતના આંકડા પણ સવાલ ઉભા કરી રહ્યા છે. રાજ્યમાં સરકારી ચોપડે નોધાયેલા મોત અને સમશાન ગૃહમાં નોધાયેલા કેસમાં માસ મોટો તફાવત આંખે ઉડીને વળગે તેવો છે. આવો જોઈએ સરકારી ચોપડે અને સ્મશાન માં નોધાયેલા કેસની વિગતો

મોતના આંકડા અંગે સવાલ

shirish 5 કયા મોતના આંકડા સાચા ? સરકારી ચોપડે નોધાયેલા કે સ્મશાન ગૃહના ?