Not Set/ ચૂંટણી પંચની અગત્યની જાહેરાત, ગાંધીનગર મનપાની ચૂંટણી રહેશે મુલતવી

ચૂંટણી પંચની અગત્યની જાહેરાત, ગાંધીનગર મનપાની ચૂંટણી રહેશે મુલતવી

Top Stories Gujarat Others Trending
જયરાજ સિંહ પરમાર 12 ચૂંટણી પંચની અગત્યની જાહેરાત, ગાંધીનગર મનપાની ચૂંટણી રહેશે મુલતવી
  • ગાંધીનગર મનપાની ચૂંટણી અંતે મુલતવી
  • ચૂંટણીપંચે અંતે કરી જાહેરાત
  • કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત
  • અત્યાર સુધીની પ્રક્રિયા રહેશે યથાવત્
  • માત્ર મતદાન અને પ્રચારનો સમય જ થશે જાહેર
  • ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી તારીખ નું  કરશે એલાન
  • સીએમ અને વિરોધ પક્ષ પહેલેથી રદ્દ કરવા કરી છે રજૂઆત

ગુજરાત રાજ્યમાં કરોના વાઈરસ સતત તેનો પંજો કસી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને તેનાથી  થતા મોત માં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે  રાજ્યમાં પાટનગર ગાંધીનગરની સ્થિતિ પણ અતિ ભયાવહ છે. આ ભયાવહ સ્થિતિ વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી આગામી 18 એપ્રીલેના રોજ યોજવા જઈ રહી હતી.

ત્યારે રાજ્યના અનેક નેતાઓ દ્વારા કોરોના સંક્રમણ વચ્ચે ગાંધીનગર  મનપાની ચૂંટણી મુલતવી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ રાજ્યના ચૂંટણી પંચે પાટનગરમાં કોરોનાનું ભયંકર તાંડવ જોતા શહેરમાં યોજાનારી માંનાપની ચુંટણી હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય  ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સુધરે પછી ચૂંટણી માટે નવી તારીખની જાહેરા કરવામાં આવશે. અત્યાર સુધીની પ્રક્રિયા યથાવત્ રહેશે. માત્ર મતદાન અને પ્રચારનો સમય જ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી તારીખની જાહેરાત કરશે. સીએમ અને વિરોધ પક્ષ પહેલેથી ચૂંટણી રદ્દ કરવા રજૂઆત કરી ચુક્યા છે.