Election Result/ ગુજરાતની 15મી વિધાનસભામાં આટલી મહિલા ઉમેદવાર બન્યા વિજેતા,જાણો

 ગુજરાતની 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજ્ય થયો છે, ઐતિહાસિક જીત મેળવીને સમગ્ર દેશમાં સોફો પાડી ધીધો છે,

Top Stories Gujarat
6 11 ગુજરાતની 15મી વિધાનસભામાં આટલી મહિલા ઉમેદવાર બન્યા વિજેતા,જાણો

 ગુજરાતની 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજ્ય થયો છે, ઐતિહાસિક જીત મેળવીને સમગ્ર દેશમાં સોફો પાડી ધીધો છે, કોંગ્રેસ સહિત આપનાતો સૂંપડા સાફ થઇ ગયા છે, આ પરિણામોમાં  14 મહિલા ઉમેદવારો વિજેતા થઈને વિધાનસભામાં પહોંચી છે. જે પૈકી 13 મહિલાઓ ભાજપ તરફથી ચૂંટાઈ છે, જ્યારે કોંગ્રેસના એક માત્ર ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી વિજેતા થયા છે.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર સેજલબેન પંડ્યા 62,554 મતે વિજેતા થયા છે. આ બેઠક પર સેજલબેને 98,707 મત મેળવ્યા છે. તેમની મતની ટકાવારી 60.71 ટકા છે. જ્યારે તેમણે કોંગ્રેસના બળદેવ સોલંકીને પરાજય આપ્યો છે.

કચ્છ જિલ્લાની ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરી 37,831 મતે વિજેતા થયા છે. આ બેઠક પર માલતી મહેશ્વરીને 83,760 મત મળ્યા છે. જેની ટકાવારી 55.23 ટકા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભરતભાઈ સોલંકીને 30.28 ટકા મત જ મળ્યા છે.

અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા 54,173 મતે વિજેતા થયા છે. આ બેઠક પર ભાજપ ઉમેદવાર દર્શનાબેન વાઘેલાને 80,155 મત મળ્યા છે. જ્યારે મતદાનની ટકાવારી 64.13 ટકા જેટલી થાય છે. આ બેઠક પર દર્શનાબેને કોંગ્રેસ ઉમેદવાર વિપુલ પરમારને પરાજય આપ્યો છે.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ 26,111 મતે વિજેતા થયા છે. આ બેઠક પર ભાજપને 51.25 ટકાવારી સાથે 80,623 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલાને 34.65 ટકા મત જ મળ્યા છે.

ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાએ કોંગ્રેસ ઉમેદવારને 43,313 મતે પરાજય આપ્યો છે. આ બેઠક પર ગીતાબા જાડેજાને 86,062 મત મળ્યા છે. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો, 59.49 ટકા મત ભાજપને જ્યારે કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈને 29.55 ટકા મત મળ્યા છે.

જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા 53,570 મતે વિજયી થયા છે. આ બેઠક પર રિવાબાને 88,835 મત મળ્યા છે. જ્યારે આ બેઠક પર બીજા ક્રમે આપના ઉમેદવાર કરશન કરમુરને 35,265 મત મળ્યા છે. જો ટકાવારીની વાત કરીએ તો, ભાજપને અહીં 57.79 ટકા મત મળ્યા છે.

સુરતની લિંબાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલ 58,009 મતે વિજેતા થયા છે. આ બેઠક પર ભાજપને 95,696 મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે રહેલ આપના ઉમેદવારને 37,687 મત મળ્યા છે. ભાજપને 53.44 ટકા મત મળ્યા છે.

મોરવા હડફ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નિમીષાબેન સુથાર 48,877 મતે વિજયી થયા છે. આ બેઠક પર નીમિષાબેનને 81,897 મત મળ્યા છે. જો ટકાવારી જોઈએ તો, ભાજપને 57.88 ટકા મત મળ્યા છે.

નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ દર્શના દેશમુખ 28,202 મતે વિજેતા થયા છે. આ બેઠક પર ભાજપને 39.74 ટકા પ્રમાણે 70543 મત મળ્યા છે.

અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ પાયલ કુકરાણી 83,513 મતે વિજેતા થયા છે. આ બેઠક પર ભાજપને 1,12,767 મત મળ્યા છે.

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયા 48,494 મતે વિજયી થયા છે. આ બેઠક પર ભાજપ ઉમેદવારને 52.54 ટકા મત મળ્યા છે.

અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કંચન રાદડિયા 63,799 મતે જીતી ગયા છે. આ બેઠક પર ભાજપ ઉમેદવારને 89,409 મત મળ્યા છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ દર્શિતા શાહ 1,05,975 મતે જીત્યા છે. આ બેઠક પર દર્શિતા શાહને 1,38,687 મત મળ્યા છે. જો ટકાવારી જોઈએ તો, ભાજપને 67.98 ટકા મત મળ્યા છે.

વડોદરા શહેરની વિધાનસભા બેઠક પર ભાજપના મનિષાબેન વકીલ 98,597 મતે વિજયી થયા છે. આ બેઠક પર ભાજપને 1,30705 મત મળ્યા છે. જો ટકાવારી જોઈએ તો, મનિષાબેનને 70.57 ટકા મત મળ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર એક માત્ર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15,601 મતે વિજયી થયા છે. આ બેઠક પર ગેનીબેને પોતાના હરીફ ભાજપના સ્વરુપજી ઠાકોરને હરાવ્યા છે. આ બેઠક પર ગેનીબેનને 45.26 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને 38.37 ટકા મત મળ્યા હતા.