Godhara/ ગોધરામાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જેવી વસ્તુઓ મામલે હાથ ધરાઈ તપાસ

ઉત્તરાયણ તહેવાર પર લોકોને સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કડક પગલા લેવા સાથે લોકોને પણ સાવધાની રાખવા ટકોર કરી.

Top Stories Gujarat Others
WhatsApp Image 2023 12 14 at 15.44.04 1 ગોધરામાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જેવી વસ્તુઓ મામલે હાથ ધરાઈ તપાસ

@મોહસીન- પ્રતિનિધિ, ગોધરા

ગોધરામાં ઉત્તરાયણ તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જેવી વસ્તુઓ મામલે વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. દિવાળી તહેવારની ઉજવણી બાદ પતંગરસિયાઓનો તહેવાર ઉત્તરાયણ આવશે. ઉત્તરાયણ પર ઉપયોગમાં લેવાતા ચાઈનીઝ દોરી તેમજ સ્કાયલેન્ટર્ન (તુક્કલ) જેવી નુકસાનકારક વસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત વસ્તુઓને લઈને તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેના બાદ કડક પગલા લેતા અનેક દુકાનો પર કડક તપાસ હાથ ધરવામાં આવી.

પંચમહાલ ગોધરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સીઆરપીસી-૧૪૪ની જોગવાઈ હેઠળ આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે ચાઈનીઝ દોરી/માઝા, પ્લાસ્ટીક દોરી,નાયલોન તથા અન્ય સિન્થેટીક માઝા તેમજ ચાઈનીઝ તુકકલ/સ્કાયલેન્ટર્નના ઉપયોગથી માનવ તથા પશુ-પક્ષીઓને ઈજા તેમજ મૃત્યની ઘટના ના બને માટે અસરકારક પગલા લીધા છે. આ બાબતને ઘ્યાને રાખી આ વસ્તુઓના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મુક્તા તંત્ર દ્વારા તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

WhatsApp Image 2023 12 14 at 15.44.04 ગોધરામાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જેવી વસ્તુઓ મામલે હાથ ધરાઈ તપાસ

વહીવટીતંત્ર દ્વારા આ જાહેરનામાના અમલીકરણ માટે તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ ગોધરા શહેરના પટેલવાડા ખાતે આવેલ જથ્થાબંધ દોરીના વેપારીને ત્યાં નાયબ કલેકટર ગોધરા પ્રાંત, ગોધરાની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગ તથા પોલીસ વિભાગની ટીમોને સાથે રાખી સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમ્યાન સદર સ્થળેથી કોઈ ગેરકાયદેસર બાબત ઘ્યાને આવેલ ન હતી. પરંતુ આવનારા સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારે ઓચિંતી ચકાસણી હાથ ધરી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/ તુકકલ–સ્કાયલેન્ટર્નનો સંગ્રહ / વેચાણ અને ઉપયોગ કરનાર ઈસમો સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

ઉત્તરાયણ તહેવાર પર લોકોને સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કડક પગલા લેવા સાથે લોકોને પણ સાવધાની રાખવા ટકોર કરી. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા જાહેર જનતાને જન હિતમાં અપીલ કરવામાં આવી. નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે લોકોને જાન-માલને હાની પહોંચે તેવી પ્રતિબંધિત દોરી– તુકકલનો ઉપયોગ ના કરવો જોઈએ.