Not Set/ નર્સિંગ સ્ટાફે સરકાર સામે ચડાવી બાંયો, સફેદ એપ્રોનને બદલે સાદા કપડાં પહેરી કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગર, ગાંધીનગરમાં આવેલ જી.એમ.આર.એસ સંલગ્ન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે આંદોલન શરુ કર્યુ છે. તેમના પડતર પ્રશ્નોને લઈને કોઈ ઉકેલ આવ્યો ન આવતા 16 જાન્યુઆરીથી ઓફિસિયલ ડ્રેસ સફેદ એપ્રોનની જગ્યાએ સાદા કપડાં પહેરીને વિરોધ શરૂ કર્યો છે. જી.એમ.ઈ.આર.એસના કોષાધ્યક્ષ બિપિન પટેલે જણાવ્યું કે,આઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 1800 જેટલો નર્સિંગ સ્ટાફ ફરજ […]

Uncategorized
kll 4 નર્સિંગ સ્ટાફે સરકાર સામે ચડાવી બાંયો, સફેદ એપ્રોનને બદલે સાદા કપડાં પહેરી કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગર,

ગાંધીનગરમાં આવેલ જી.એમ.આર.એસ સંલગ્ન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે આંદોલન શરુ કર્યુ છે. તેમના પડતર પ્રશ્નોને લઈને કોઈ ઉકેલ આવ્યો ન આવતા 16 જાન્યુઆરીથી ઓફિસિયલ ડ્રેસ સફેદ એપ્રોનની જગ્યાએ સાદા કપડાં પહેરીને વિરોધ શરૂ કર્યો છે.

જી.એમ.ઈ.આર.એસના કોષાધ્યક્ષ બિપિન પટેલે જણાવ્યું કે,આઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 1800 જેટલો નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે.તેમને સાતમા પગાર પંચનો લાભ મળ્યો નથી.આ ઉપરાંત પ્રમોશનનો લાભ તેમજ નિવૃત્તી પછીના સીપીએફ અને એનપીએસ જેવા ફંડનો લાભ અપાતો નથી.સરકારને વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં અમે આંદોલનનું શસ્ર ઉઠાવ્યું છે.જો હજુ અમારી માંગણીઓ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

G. M. E. R. Sસંલગ્ન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમા ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા તેમના પડતર પ્રસનો નો કોઈ ઉકેલ ના આવતા આજથીતેમનો યુનિફોર્મ ડ્રેસ સફેદ કપડાં વગર સાદા કપડાં પહેરીને પોતાનો વિરોધ શરૂ કર્યો છે.