Gandhinagar News : ગાંધીનગર પોલીસે હસ્ટ્રીશિટરોના ઘર પર દરોડા પાડ્યા હતા. પોલીસે જૂના હિસ્ટ્રીશિટરો અને આરોપીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. પોલીસે 100થી વધુ હિસ્ટ્રીશિટરોના ઘર પર દરોડા પાડતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે 88 સક્રિય ગુનેગારો અને 72 હિસ્ટ્રીશિટરોના ઘરે દરોડા પાડ્યા હતા.
આ દરોડાની કામગીરીમાં LCB અને સ્થાનિક પોલીસ અધિકારીઓ જોડાયા હતા. જેમાં 26 PSIની અલગ – અલગ ટીમ દ્વારા દરોડા પડાયા હતા. એક PSI સાથે 5થી 7 પોલીસ જવાનોની ટીમ સામેલ હતી. પોલીસે 24 ટીમો બનાવી આરોપીના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરોડા DGPની સૂચનાથી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: BZ ગ્રુપના કોભાંડ મામલે તમામ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર
આ પણ વાંચો: CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં
આ પણ વાંચો: જો ધારાસભ્ય જ કરતા હોય મહાઠગનું માર્કેટિંગ તો સામાન્ય માણસો શિકાર કેમ ના બને?