સંજયલીલી ભણસાલીની કોઇ પણ ફીલ્મ હોય એટલે તેની સાથે વિવાદ અને સફળતાનું જોડાવુ સહજ વાત છે. આ વખતે પણ તેમની અપકમીંગ મુવી ગંગુબાઇ વિવાદોના વમણમાં ફસાઇ ગઇ છે. આ ફીલ્મ મુંબઇના માફીયા ક્વીન નામના પુસ્તક પર આધારીત છે. પરંતુ વિરોધ ગંગુબાઇનો પુત્ર કરી રહ્યો છે.
હકીકતમાં ગંગુબાઇ મુંબઇના લાઇટ એરીયાના વેશ્યાગૃહ ચલાવતા હતા. સાથે જ તે અંડરવર્લ્ડ સાથે પણ નાતો હતો કુખ્યાત ડોન કરીમ લાલાને તેમને રાખડી બાંધી હતી તે દિવસથી તે ગંગુબાઇની રક્ષા કરતા. પરંતુ આપણે વાત કરવાની છે વિવાદની.
તો વાત એમ છે કેગંગુબાઇને સગો તો કોઇ પુત્ર હતો નહી પરંતુ તેમનો દત્તક પુત્ર બાબુભાઇ રાવજી ભાઇ શાહે ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મ સામે વિરોધ નોધાવી માનહાનીનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં જે રીતે ગંગુબાઇના પાત્રની રજૂઆત કરવામાં આવી છે તે અમારી માટે અપમાન જનક છે. અને હકીકતમાં તેઓ એવા નહોતા. બાબુભાઇએ સંજય લીલા ભણસાલી અને ગંગુબાઇનું પાત્ર નિભાવનાર અભિનેત્રી આલીયા ભટ્ટ બન્ને સામે કેસ કર્યો છે. કોર્ટે હાલમાં ફિલ્મ પર સ્ટે લગાવી આ બન્ને સામે સમન્સ જાહેર કર્યો છે.
ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ ગંગુબાઇ કાથેવાલી નામની મુંબઇની મશહૂર મહિલાના જીવન પર આધારિત છે. ગુજરાતના કાઠિયાવાડમાં હરજીવનદાસ નામના વ્યક્તિને ત્યાં ગંગાબાઇનો જન્મ થયો હતો. હરજીવનદાસના ત્યાં રસીકલાલ નામનો એક એકાઉન્ટન્ટ હતો. ગંગાબાઇ તેના સાથે પ્રેમમાં પડ્યા અને બન્ને ભાગીને લગ્નન કરીને મુંબઇ જતા રહ્યા અને પાછળથી રસીકલાલે ગંગાબાઇને પાંચસો રૃપીયામાં વેચી દીધા. અને તેઓ દેહ વ્યવસાયમાં આવી ગયા. હવેની સ્ટોરી તો તમારે જો ફીલ્મ કોઇ વિવાદ વગર રજૂ થાય તો અને કોરોનાનો કહેર ઓછો થાય તો તમારે મલ્ટીપ્લેક્સમાં જોવા મળશે.
