Not Set/ ગાંગુલીએ પોતાની દિકરીને લઇને વ્યક્ત કરી ચિંતા, કહ્યુ- રાજનીતિથી રાખો દૂર

નાગરિકત્વ અધિનિયમ (સીએએ) નાં વિરોધમાં સૌરવ ગાંગુલીએ તેમની પુત્રીની વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા રજૂ કરી છે, તેમણે કહ્યું કે આ પોસ્ટ સાચી નથી. આપને જણાવી દઇએ કે, મોડી રાત્રે બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટને પુત્રી સનાનાં બચાવમા નિવેદન આપતા ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું, “કૃપા કરીને સનાને આ બધાથી દૂર રાખો… આ પોસ્ટ […]

Top Stories India
Ganguly and Daughter ગાંગુલીએ પોતાની દિકરીને લઇને વ્યક્ત કરી ચિંતા, કહ્યુ- રાજનીતિથી રાખો દૂર

નાગરિકત્વ અધિનિયમ (સીએએ) નાં વિરોધમાં સૌરવ ગાંગુલીએ તેમની પુત્રીની વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા રજૂ કરી છે, તેમણે કહ્યું કે આ પોસ્ટ સાચી નથી. આપને જણાવી દઇએ કે, મોડી રાત્રે બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટને પુત્રી સનાનાં બચાવમા નિવેદન આપતા ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું, “કૃપા કરીને સનાને આ બધાથી દૂર રાખો… આ પોસ્ટ સાચી નથી… રાજકારણમાં કંઈપણ સમજવા માટે હજુ તે ખૂબ નાની છે.”

Image result for ganguly's daughter

આ ટ્વીટને ભૂતપૂર્વ કેપ્ટને પોતાના પિન ટ્વીટ પણ બનાવ્યુ છે. આ સાથે તેમણે બુધવારે મોડી સાંજે દિકરીનાં સ્કૂલનાં છેલ્લા દિવસની તસવીર શેર કરી અને લખ્યું કે, આજે શાળા જીવનનાં 14 વર્ષનો અંતિમ દિવસ છે. સનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રખ્યાત પરંતુ વિવાદાસ્પદ લેખક ખુશવંત સિંહની પુસ્તક ‘ધ એન્ડ ઓફ ઈન્ડિયા’ નાં એક અંશને શેર કરતા લખ્યું હતું કે, ફાશીવાદી તાકત હંમેશાં એક કે બે નબળા વર્ગને નિશાન બનાવે છે, નફરત પર આધારિત આંદોલન ફક્ત ત્યાં સુધી ટકી શકે છે જ્યાં સુધી ભય અને સંઘર્ષનું વાતાવરણ છે, આજે આપણામાંથી જે લોકો પોતાને સલામત સમજી રહ્યા છે તેઓ મુસ્લિમ અથવા ખ્રિસ્તી નથી, તે મૂર્ખની દુનિયામાં જીવી રહ્યા છે. જો કે, જ્યારે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આવવાનું શરૂ થયું, ત્યારે આ પોસ્ટને ડિલીટ કરી નાખવામાં આવી.

Sana ગાંગુલીએ પોતાની દિકરીને લઇને વ્યક્ત કરી ચિંતા, કહ્યુ- રાજનીતિથી રાખો દૂર

આપને જણાવી દઈએ કે, ગાંગુલીની 18 વર્ષની પુત્રી સના હાલમાં 12 માં ધોરણમાં છે અને તે તેની માતાની જેમ ઓડિસી નૃત્યાંગના બનવાની ઇચ્છા ધરાવે છે સના 7 વર્ષની વયથી નૃત્ય શીખી રહી છે, સના હાલમાં અભ્યાસ કરી રહી છે. તેણે નૃત્ય નાટક કૃષ્ણથી પોતાના કામની શરૂઆત કરી હતી. સના સેંકો જ્વેલરીની એડમાં સૌ પ્રથમવાર તેના પિતા સૌરવ સાથે જોવા મળી હતી. આ પછી, સના સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય થઈ ગઈ અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના મમ્મી-પપ્પાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.