Business/ ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ

મુકેશ અંબાણીની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે એટલે કે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણીએ કમાણીના મામલામાં તેમને પાછળ છોડી દીધા હતા

Top Stories Business
constitution india 2 7 ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ

મુકેશ અંબાણીની કમાણીમાં જોરદાર ઘટાડો થયો હતો અને આજે એટલે કે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણીએ તેમને કમાણીના મામલામાં પાછળ છોડી દીધા હતા. આ રીતે અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રીઅલ-ટાઇમ નેટ વર્થ ડેટા અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ $90 બિલિયન (રૂ. 6.72 લાખ કરોડ) છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $89.8 બિલિયન (રૂ. 6.71 લાખ કરોડ) છે. આ ડેટા અનુસાર કમાણીની દૃષ્ટિએ અદાણી વિશ્વમાં 11મા ક્રમે છે.

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં આવેલા ઘટાડાનો ફાયદો ગૌતમ અદાણીને થયો છે. મંગળવારે, રિલાયન્સના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે ગૌતમ અદાણીએ કમાણીના મામલે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા અને દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા અનુસાર, અદાણીની સંપત્તિ હાલમાં 6.72 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. તે જ સમયે, મુકેશ અંબાણીની સંપત્તિ 6.71 લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, ગૌતમ અદાણી હાલમાં વૈશ્વિક સ્તરે વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે.

ડેટા અનુસાર, 31 ડિસેમ્બર 2021ના રોજ અદાણીની સંપત્તિ 5.82 લાખ કરોડ રૂપિયા હતી. તે 18 જાન્યુઆરીએ વધીને 6.95 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. તે મુજબ વર્ષ 2022માં અદાણીની કુલ સંપત્તિમાં દરરોજ રૂ. 6000 કરોડથી વધુનો વધારો થઈ રહ્યો છે.

Lata Mangeshkar Health Updates / 17 દિવસ પછી પણ લતા મંગેશકર ICUમાં, તબિયતમાં સુધારો

Covid-19 Update / કોરોનાની ગતિમાં ઘટાડો, મોતના આંકડામાં મસમોટો વધારો