RANKING/ વિશ્વના ટોપ-5 ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી,વોરેન બફેટને પાછળ છોડીને મેળવ્યું સ્થાન

વિશ્વના અબજોપતિઓની યાદીમાં 5માં સ્થાને પહોંચી ગયા છે. તેણે ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે

Top Stories India
5 35 વિશ્વના ટોપ-5 ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી,વોરેન બફેટને પાછળ છોડીને મેળવ્યું સ્થાન

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હવે નેટવર્થની દૃષ્ટિએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં 5માં સ્થાને પહોંચી ગયા છે. તેણે ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રેન્કિંગ અનુસાર, અદાણી $123.2 બિલિયનની નેટવર્થ સાથે 5મા ક્રમે છે અને વોરેન બફેટ $121.7 બિલિયન સાથે છઠ્ઠા ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $104.2 બિલિયનની નેટવર્થ સાથે 9માથી 8મા સ્થાને આવી ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં, અદાણી $119 બિલિયન સાથે છઠ્ઠા સ્થાને છે અને અંબાણી $102 બિલિયન સાથે 9મા સ્થાને છે. આ વર્ષે અત્યાર સુધીમાં અંબાણી-અદાણીની સંપત્તિમાં કુલ $55.2 બિલિયનનો વધારો થયો છે.એલોન મસ્કને 11.5 બિલિયન ડોલરનું નુકસાન થયું છે, તેમ છતાં તે પ્રથમ સ્થાને છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, જે એક સમયે ટોપ-10 અબજોપતિઓમાંના એક હતા, તેમને આ વર્ષે $57.3 બિલિયનનું સૌથી વધુ નુકસાન થયું છે. તે હવે $68.2 બિલિયનની નેટવર્થ સાથે 17મા ક્રમે છે.