Not Set/ ઘરમાં મેળવો પાર્લર જેવી સુંદરતા, તૈયાર કરો આ ફેસ માસ્ક

નવી દિલ્હી, મહિલાઓ પોતાને સુંદર બનાવી રાખવા પાર્લરમાં ઘણા રૂપિયા ખર્ચ કરતી હોય છે. જે મહિલાઓ આ પાર્લરનાં ખર્ચને પહોચી ન વળતી હોય તેના માટે ઘરમાં જ પાર્લર જેવો લુક તૈયાર કરતો એક ઉપાય સામે આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીનકાળથી હળદળને અલગ-અલગ દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પેઢી દર પેઢી હળદળનો ઉપયોગ […]

Fashion & Beauty Lifestyle

નવી દિલ્હી,

મહિલાઓ પોતાને સુંદર બનાવી રાખવા પાર્લરમાં ઘણા રૂપિયા ખર્ચ કરતી હોય છે. જે મહિલાઓ આ પાર્લરનાં ખર્ચને પહોચી ન વળતી હોય તેના માટે ઘરમાં જ પાર્લર જેવો લુક તૈયાર કરતો એક ઉપાય સામે આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીનકાળથી હળદળને અલગ-અલગ દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પેઢી દર પેઢી હળદળનો ઉપયોગ દવા તરીકે વધી રહ્યો છે. તેના આ ગુણનાં કારણે ફેસ પેક, ફેસ વૉશ અને ક્રીમમાં હળદળનો ઉપયોગ કરવામાં આવે છે.

Haldi

ઘણી મહિલાઓ સુંદર અને નેચરલ દેખાવ માટે મુલ્તાની માટી સાથે હળદળને ભેળવી ચહેરા પર લગાવતી હોય છે. આજની દરેક મહિલા ઇચ્છે છે કે તેનો ચહેરો સાફ અને સુંદર દેખાય જે કરવા માટે તે પાર્લરમાં કલાકો સુધી સમય બગાડવાની સાથે પૈસા પણ ખર્ચ કરતી હોય છે. પરંતુ આ સુંદરતા તમને ઘરે બેઠા મળી જાય તો? શું તમે જાણો છો કે હળદળથી તમે ઘરે બેઠા ગોલ્ડ ફેશિયલ તૈયાર કરી શકો છો?

ઘરે બેઠા ફેસ માસ્ક બનાવવા માટેની રીત

Face Mask

ફેસ માસ્ક બનાવવા માટે અડધી ચમચી બેસન લો, જેમાં હળદળ, મધ અને થોડુ દૂધ ભેળવો. આ બધી ચીજોને બરાબર ભેળવી લો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવીને 15 મીનીટ માટે રહેવા દો. 15 મીનીટ બાદ તેને નોર્મલ પાણીથી સાફ કરી લો. નોર્મલ પાણીથી સાફ કર્યા બાદ ચહેરા પર ટોનર લગાવો, ત્યાર બાદ તમે જે મોઇસ્ચ્યુરાઇજર કે ક્રીમનો ઉપયોગ કરો છો તેને લગાવો. જો કે આ ફેશિયલ કર્યા બાદ બહાર તડકામાં ફરવાથી તેનું રિએક્શન આવવાની સંભાવના વધારે હોય છે. આ ફેશિયલનો ઉપયોગ રાત્રે કરવો વધુ ગુણકારી છે.