Not Set/ વજન ઉતારવું છે, જો હા તો પીઓ દૂધ

અમદાવાદ, જાણીને કદાચ નવાઈ લાગશે કે ફક્ત દૂધથી થોડી શરીરની ચરબી ઓછી થાય કારણ કે દૂધ તો ફેટી હોય છે. જોકે સંશોધનોમાં સાબિત થયું છે  કે દૂધ પીવાથી શરીરનું વજન ઓછું કરી શકાય છે. નિયમિત દૂધ પીવાથી વજન ઘટે છે એવું તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. અમેરિકન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુટ્રીશિયનમાં પ્રગટ થયેલા રિપોર્ટ […]

Health & Fitness Lifestyle

અમદાવાદ,

જાણીને કદાચ નવાઈ લાગશે કે ફક્ત દૂધથી થોડી શરીરની ચરબી ઓછી થાય કારણ કે દૂધ તો ફેટી હોય છે. જોકે સંશોધનોમાં સાબિત થયું છે  કે દૂધ પીવાથી શરીરનું વજન ઓછું કરી શકાય છે.

નિયમિત દૂધ પીવાથી વજન ઘટે છે એવું તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. અમેરિકન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુટ્રીશિયનમાં પ્રગટ થયેલા રિપોર્ટ મુજબ વજન ઘટાડવાના બે વર્ષના કાર્યક્રમમાં દૂધ પીનારા લોકો દૂધ નહીં પીનારા લોકોની તુલનાએ વધુ વજન ઘટાડી શક્યા હતા.

ઇઝરાયેલની બૅન-ગુરિયન યુનિવર્સિટી ઓફ નેગેવમાં વિજ્ઞાાની દેનિત શાહાયની આગેવાની હેઠળના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રોજ બે ગ્લાસ દૂધ પીને વિટામિન ડી મેળવતા લોકોએ દૂધ નહીં પીનારા કે પ્રમાણમાં દૂધ ઓછું પીનારા લોકોની તુલનાએ છ મહિનામાં ઘણું વજન ઘટાડયું હતું. દૂધથી ભરપુર વિટામિન-ડી મળે છે. દૂધ પીનારા લોકોએ સરેરાશ છ કિલો જેટલું વજન ઘટાડયું હતું. 40 થઈ 65 વરસના વયજૂથના 300 સ્ત્રી-પુરૃષોએ આ સંશોધનમાં ભાગ લીધો હતો. લૉ-ફેટ (ઓછી ચરબીવાળા) મેડિટેરેનિયન અથવા લૉ-કાર્બ ડાયેટ આધારિત આ સંશોધન બે વરસ ચાલ્યું હતું.

ડાયેટ ગમે તે હોય, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રોજ નિયમિત 580 મિલિગ્રામ કે બે ગ્લાસ જેટલું દૂધ પીને દુગ્ધ પેદાશોનું મહત્તમ કેલ્શિયમ મેળવનારા લોકોએ બે વરસના અંતે છ કિલો જેટલું વજન ઘટાડયું હતું. તેમની તુલનાએ રોજ સરેરાશ 150 મિલિગ્રામ કે અડધો ગ્લાસ દૂધ પીનારા લોકો માંડ સાડા ત્રણ કિલો વજન ઘટાડી શક્યા હતા.

વિજ્ઞાનનીઓએ એમ પણ શોધી કાઢ્યું હતું કે કેલ્શિયમની સાથોસાથ વિટામીન ડીનું લેવલ પણ સ્વતંત્રપણે વજન ઘટાડવામાં સહાયરૃપ બને છે. અગાઉના સંશોધનને સમર્થન સાંપડયું હતું કે દૂધ અને દૂધની પેદાશોમાંથી મળતું ભરપૂર વિટામીન ડી વજન ઘટાડવામાં મદદ કરે છે.

સૂચિત આરોગ્યલક્ષી લાભ મળતો રહેવા છતાં ઘણા અમેરિકનોને ફૅટ ફ્રી કે લૉ ફૅટ ચાર ગ્લાસ દૂધમાંથી મળે એટલું 400 ઇન્ટરનેશનલ યુનિટ જેટલું વિટામીન ડી મળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.