Investment: જો તમે નાના રોકાણકાર છો અને શેરબજાર (Stock Market)ના ઉતાર-ચઢાવનો લાભ લેવા માંગો છો, તો સરકારી બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (National Saving Certificate) તમારા માટે શ્રેષ્ઠ યોજના છે. આ યોજનામાં રોકાણ કરીને તમે ગેરંટીકૃત વળતર મેળવી શકો છો. મે 1989માં સરકાર દ્વારા શરૂ કરાયેલ, આ લોકપ્રિય યોજના નાના રોકાણકારો માટે યોગ્ય છે. દેશના કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા જમા કરાવીને NSC ખાતું ખોલી શકાય છે. આ યોજનાનો સમયગાળો ૫ વર્ષનો છે. હાલમાં, આ બચત યોજના વાર્ષિક 7.7 % ના દરે વ્યાજ આપી રહી છે. દર ત્રિમાસિક ગાળામાં વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે. NSC ડિપોઝિટર્સને આવકવેરાની કલમ 80C હેઠળ કર લાભો પણ મળે છે.
1.5 લાખ રૂપિયાના રોકાણ પર કરમુક્તિ
NSC યોજનામાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી, પરંતુ જૂની કર પ્રણાલી હેઠળ, ફક્ત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ કર મુક્તિ મળે છે. ઇન્ડિયા પોસ્ટ અનુસાર, NSC 5 વર્ષના સમયગાળા માટે 7.7% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર ઓફર કરે છે. વ્યાજ વાર્ષિક ધોરણે વધે છે પરંતુ તે પરિપક્વતા પર જ ચૂકવવામાં આવે છે. એકવાર યોજના પરિપક્વ થઈ જાય, પછી તેને આપમેળે આગળ ધપાવી શકાતી નથી. એટલે કે, 5 વર્ષ પૂર્ણ થયા પછી રોકાણ ચાલુ રાખવા માટે, ગ્રાહકે વર્તમાન વ્યાજ દરે નવું NSC પ્રમાણપત્ર ખરીદવું પડશે.
રૂપિયા 300000 લાખના રોકાણ પર 1.34 લાખનું ગેરંટીકૃત વળતર
NSC પ્રમાણપત્રો રૂપિયા 100, રૂપિયા 500, રૂપિયા 1000, રૂપિયા 5000, રૂપિયા 10000 અને તેથી વધુ કિંમતોમાં ઉપલબ્ધ છે. તમે કેટલા પ્રમાણપત્રો ખરીદી શકો છો તેની કોઈ મર્યાદા નથી. આવી સ્થિતિમાં, જો તમે 3 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો, તો 5 વર્ષમાં તમને કેટલું ગેરંટીકૃત વળતર મળશે.
5 વર્ષમાં 3 લાખ રૂપિયાના રોકાણ પર વળતર
લમ્પસમ રોકાણઃ રૂપિયા 3 લાખ
વ્યાજ દર : વાર્ષિક 7.7 % ચક્રવૃદ્ધિ દરે
રોકાણનો સમયગાળો : 5 વર્ષ
પરિપક્વતા રકમ : રૂપિયા 434710
રોકાણ : રૂપિયા 134710
આ રીતે, તમે 5 વર્ષ માટે 3 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો અને 1,34,710 રૂપિયાનું ગેરંટીડ રિટર્ન મેળવી શકો છો.
આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો
આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે
આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર
