Not Set/ બંગાળામાં શાહની ઘમાકેદાર એન્ટ્રી, મમતા સરકારને લાગ્યો મોટો ઝટકો

બંગાળામાં આવનારી  વિધાનસભાની ચુંટણીને લઈને ઘમાસાન ચાલી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહની ધમેકાદાર એન્ટ્રી થઈ છે. અને એવામાં અમિતશાહ બંગાળાની બે દિવસની મુલાકાતે છે.

Top Stories India
TEMPLE VIZIT 10 બંગાળામાં શાહની ઘમાકેદાર એન્ટ્રી, મમતા સરકારને લાગ્યો મોટો ઝટકો
  • બંગાળમાં વિધાન સભાની ચુટણીનું ઘમાસાન
  • બંગાળામાં શાહએ ઘારણ કર્યો ભગવો રંગ
  • અમિતશાહ બે દિવસ બંગાળની મુલાકાતે
  • ભાજપ અને તૃણમૂલ સ્પષ્ટ રીતે સામસામે

બંગાળામાં આવનારી  વિધાનસભાની ચુંટણીને લઈને ઘમાસાન ચાલી રહ્યું છે. અને એક બાદ એક  તૃણમૂલ કોંગ્રેસના વિશ્વાશું  ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે.અને મમતા સરકારને મોટો ઝટકો મળ્યો છે. અને એવામાં ગૃહમંત્રી અમિત શાહની ધમેકાદાર એન્ટ્રી થઈ છે. અને એવામાં અમિતશાહ બંગાળાની બે દિવસની મુલાકાતે છે.

આ વખતે કેન્દ્ર અને મમતા સરકારના સંબંધ સારા નથી રહ્યાં. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પણ છે. આ બધાની વચ્ચે અમિત શાહની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.શાહે પહેલી વખતની મુલાકાત ધમાકેદાર રીતે કરી છે. મિદનાપુરમાં યોજાયેલી તેમની રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા ધારાસભ્ય, એક સાંસદ, પૂર્વ સાંસદ અને CM મમતા બેનર્જીના ખાસ રહી ચુકેલા શુભેન્દુ અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા. અહીં અમિત શાહે કહ્યું કે, સારા લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે.

Farm laws protest: Amit Shah says Centre ready to deliberate on every  problem and demand

ગૃહમંત્રી અમિત શાહની બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શાહે બોલપુરમાં રોડ શો શરૂ કર્યો છે. તે ભગવા રંગમાં રંગાયેલા એક ટ્રક પર ઊભા છે અને આમા જ એક કિમીનો રોડ શો કર્યો. આ પહેલા તે શાંતિ નિકેતન ગયા હતા.

આ દરમિયાન તે સૌથી પહેલા શાંતિ નિકેતન પહોંચ્યા હતા.અહીં તેમણે રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.શાહે બોલપુરમાં એક બાઉલ સિંગરના ત્યાં ભોજન લીધું હતું. આ દરમિયાન તેમની સાથે મુકુલ રોય અને દિલીપ ઘોષ હાજર હતા.

ભાજપના ચૂંટણી અભિયાનને ધ્યાનમાં રાખતા બોલપુર ઘણું મહત્વનું છે. આ સંસદીય વિસ્તાર એક સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીનો કિલ્લો હતો. 1971થી 2014 સુધી સતત અહીં કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાજ હતું. જેમાં ચાર વખત સરાદિશ રોય અને સાત વખત દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીએ ચૂંટણી જીતી હતી. 2014માં તૃણમૂલ કોંગ્રેસે આ કિલ્લો જીતી લીધો. બે વખતથી આ બેઠક પર તેનો જ કબજો છે.

Amit Shah, Vijayvargiya and others have lunch at Bengal farmer's house -  India News

પશ્ચિમ બંગાળના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે અહીંના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ભાજપ અને તૃણમૂલ સ્પષ્ટ રીતે સામસામે આવી ગયાં છે. ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કોઈ કસર રાખવા માગતા નથી અને તેમણે અહીંના ધારાસભ્યો અને કાર્યકર્તાઓને પણ 200+ સીટ જીતવાનો ટાર્ગેટ આપી દીધો છે. આ દરમિયાન મમતા પણ ભાજપ સરકારને સખતની ટક્કર આપી રહ્યાં છે, પરંતુ કેટલા સફળ થશે એ તો સમય જ બતાવશે. ભાજપે દર વખતની જેમ અને દરેક બિનભાજપ રાજ્યોમાં અપનાવે છે એવી રાજનીતિ અપનાવીને તૃણમૂલના સભ્યો તોડવાની શરૂઆત કરી દીધી છે. આમ, આ સંજોગોમાં માની શકાય છે કે ભાજપ તૃણમૂલમાંથી તૃણ-તૃણ (તણખલાં) ભેગાં કરીને બંગાળમાં ભાજપનો માળો બાંધી જ દેશે. નોંધનીય છે કે છેલ્લા 3 દિવસમાં તૃણમૂલના ચાર સિનિયર નેતાઓએ પાર્ટી છોડી છે અને તેઓ ભાજપમાં જોડાશે એવી સંપૂર્ણ શક્યતા છે.

Politics / અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું – CAAના નિયમો બનાવવાન…

કામરેજ / સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ…

સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…

Strange / કોરોનાની રસી મનુષ્યને મગરમચ્છ બનાવશે તો મહિલાઓને આવશે દાઢી, …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…