Not Set/ ગીર-ગઢડાનાં બોડીદરમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

દીપડો પાંજરે પૂરાયો ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ ગઢડાના બોડીદર ગામનો બનાવ રાની પશુઓનો આતંક ગુજરાતનાં જંગલ નજીક આવેલા વિસ્તારોમાં વધી રહ્યો હોય તેવુ નોંધવામાં આવી રહ્યું છે. રાની પશુ અવાર નવાર રેવન્યુ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. ક્યાંક દીપડો – દીપડી આતંક મચાવી ચૂૂક્યા છે, તો ક્યાંક સિંહ દ્વારા મજૂર પર ઘાતક હુમલો કરી ભોગ […]

Gujarat Others
dipado ગીર-ગઢડાનાં બોડીદરમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
  • દીપડો પાંજરે પૂરાયો
  • ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
  • ગઢડાના બોડીદર ગામનો બનાવ

રાની પશુઓનો આતંક ગુજરાતનાં જંગલ નજીક આવેલા વિસ્તારોમાં વધી રહ્યો હોય તેવુ નોંધવામાં આવી રહ્યું છે. રાની પશુ અવાર નવાર રેવન્યુ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. ક્યાંક દીપડો – દીપડી આતંક મચાવી ચૂૂક્યા છે, તો ક્યાંક સિંહ દ્વારા મજૂર પર ઘાતક હુમલો કરી ભોગ લેવામાં આવ્યો છે. ત્યારે ફરી  ગીર-ગઢડાના બોડીદર ગામે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડાના આંટાફેરાથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો. જોકે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરાતા તમામ લોકોએ હાંસકારો અનુભવ્યો હતો. આપને જણાવી દઇએ કે ગીર જંગલ વિસ્તારની તદન નજીક આવેલા આ ગામમાં દિપડો વારંવાર આંટાફેરા લગાવી રહ્યો હોવાની ફરિયાદ ગામમાંથી છેલ્લે કેટલાક સમયથી ઉઠી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.