Not Set/ ગીર સોમનાથ/ ખનીજ માફિયાઓ બેફામ, મેરાજ ગ્રામજનો પર હુમલો, 6 ઘાયલ

ગીર સોમનાથનાં વેરાવળનાં મોરાજ ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. અને ચોરી પે સીના જોરી જેવી ઘટના આતરી છે. ખનીજ ચોરી મામલે વેરાવળનાં મોરાજ ગામે ગ્રામજનો અને ખનીજ માફિયાઓ વચ્ચે મારામારી થઇ હોવાની વિગતો સામે આવી છે.  મારામારીમાં 6 થી વધુ ગ્રામજનો ઘાયલ થયા છે. ઘાયલ તમામ ગ્રામજનોને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે […]

Gujarat Others
minirol thiefing ગીર સોમનાથ/ ખનીજ માફિયાઓ બેફામ, મેરાજ ગ્રામજનો પર હુમલો, 6 ઘાયલ

ગીર સોમનાથનાં વેરાવળનાં મોરાજ ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. અને ચોરી પે સીના જોરી જેવી ઘટના આતરી છે. ખનીજ ચોરી મામલે વેરાવળનાં મોરાજ ગામે ગ્રામજનો અને ખનીજ માફિયાઓ વચ્ચે મારામારી થઇ હોવાની વિગતો સામે આવી છે.  મારામારીમાં 6 થી વધુ ગ્રામજનો ઘાયલ થયા છે. ઘાયલ તમામ ગ્રામજનોને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મારામારીની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો. મામલામાં હકીકતો આવી છે કે, મોરાજ ગામે વર્ષો પહેલા લીઝ મંજુર થયેલ હતી. આ લિઝ નાં રોયલ્ટી પાસનો ગેરકાનૂની ઉપયોગ થતો હોવનો આક્ષેપ છે અને આ મામલે પહેલાથી જ  હાઇકોર્ટેમાં કેસ પણ ચાલી રહેલ છે.

ફરી પૂર્વેની જેમ પાસનો ગેરઉપયોગ શરૂ કરવામાં આવતા ગ્રામજોનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને હાઇકોર્ટની પણ બીક ન હોય તેમ ખનીજ માફિયા ગ્રામજનોના વિરોધ છતાં લાકડી પાઇપ સહિતના હથિયાર ધારણ કરેલ ટોળા સાથે બળજબરીથી ખોદકામ કરવા આવ્યા હોવાથી મામલો બીચક્યો હતો. ગ્રામજનોનો અવેધ ખનન અને બીજા ગંભીર પ્રકારનાં આક્ષેપ સાથે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.