કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રામદાસ અઠાવલેએ ગુજરાતની મુલાકાત દરમ્યાન અનામત અંગે નિવેદન આપતા રાજકીય ગરમાવો આવ્યો છે. મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકારે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. જેમની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોય તેમને જ અનામતનો લાભ આપવો જોઈએ, તેવું મંતવ્ય પણ તેમણે વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો : જીવન પાથ ઉપર કેવી રીતે ચાલવું તે શીખવે એ જ ખરો શિક્ષક
આજે પણ દેશમાં અનેક ઠેકાણે દલિતો પર અત્યાચાર થઈ રહ્યાં છે. આજે પણ દેશમાં જાતિવાદ છે. કેટલીક ઉચ્ચ જાતિના લોકોને દલિતનો વરઘોડો નીકળે, તો પણ ગમતું નથી. ક્યાંક દલિત પ્રોપર્ટી ખરીદે, તો તેને પણ વાંધો ઉઠાવવામાં આવે છે. આવી માનસિક્તાને સુધારવા માટે અમારી સરકારની તૈયારી છે. અમારી સરકાર દરેકને ન્યાય અપાવવા માટે કામ કરી રહી છે. દેશભરમાં 1 લાખ ઈન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સંપતિ વેચવાના મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.હકીકતમાં ખાનગીકરણ કરવાનો નિર્ણય જ કોંગ્રેસનો હતો. હવે કોગ્રેસ રાજનીતિ કરી રહી છે. આઠવલે એ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને 350 બેઠકો મળે તે માટે આયોજ્ન કરાયુ છે.
આ પણ વાંચો :માંડવીના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી
આગામી દિવસોમાં યોજાનારી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગંઠબંધન કરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમારા પક્ષનુ ભાજપને સમર્થન રહેશે. મોદી સરકારે છેલ્લા 7 વર્ષમાં મહત્વપૂર્ણ કામો કર્યાં છે. પ્રધાનમંત્રી ઉજવલા યોજનાથી માંડીને રસીકરણને લઇને આઠવલેએ સરકારના કામોના વખાણ કર્યા હતાં.
કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પાટીદારોને અનામત મુદ્દે આપેલા નિવેદન પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે જણાવ્યું કે ભારત સરકારે જે કાયદો પસાર કર્યો છે, તેમાં રાજ્ય સરકારને પોતાના રાજ્યની જ્ઞાતિ અને જાતિનો સર્વે કરી તેને અનામતમાં સામેલ કરવાનો હક્ક છે.
આ પણ વાંચો : 5 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી શિક્ષણપર્વમાં ગુજરાત પણ જોડાશે
નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ મુદ્દે કેન્દ્રના નેતા કે પક્ષના નેતા નિવેદન કરે તે યોગ્ય નથી. કોઇએ ખોટા નિવેદન ન કરવા જોઇએ. કેન્દ્રએ પસાર કરેલા કાયદાનો અભ્યાસ કર્યા બાદ નિયમો અને કામ કરવાની પદ્ધતિ તેમજ સર્વેની પ્રક્રિયા નક્કી થયા બાદ સરકાર સર્વે કરશે. જે બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે.
આ પણ વાંચો :વતનપ્રેમ યોજનામાં ગુજરાત સરકાર 1 હજાર કરોડ ખર્ચશે, જાણો આ યોજના વિશે…
આ પણ વાંચો :રાજ્ય માં છેલ્લા 24 કલાક માં કોરોનાના નવા 15 કેસ નોંધાયા
