Not Set/ વર્તમાન સ્થિતિને જોતા JEE Main પરીક્ષા મોકૂફ, કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે JEE (Main)-2021 નાં ​​એપ્રિલ સત્રની પરીક્ષા મોકૂફ કરી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કહ્યું છે કે, નવી પરીક્ષાની તારીખ પરીક્ષાનાં ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.

Top Stories Business
Untitled 26 વર્તમાન સ્થિતિને જોતા JEE Main પરીક્ષા મોકૂફ, કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય
  • JEE મેઇનની પરીક્ષા મોકૂફ
  • કોરોનાને કારણે લેવાયો નિર્ણય
  • કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય
  • 27-30 એપ્રિલ સુધી લેવાનારી હતી પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે JEE (Main)-2021 નાં ​​એપ્રિલ સત્રની પરીક્ષા મોકૂફ કરી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કહ્યું છે કે, નવી પરીક્ષાની તારીખ પરીક્ષાનાં ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, JEE (Main) 2021 ની પરીક્ષા, જે 27, 28 અને 30 એપ્રિલનાં રોજ યોજાવાની હતી, તે મુલતવી રાખવામાં આવી છે. કોરોનાની વર્તમાન સ્થિતિને  જોઇને પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. JEE (Main) 2021 ની ફેબ્રુઆરી અને માર્ચ સત્રોની પરીક્ષાઓ પહેલા જ થઈ ચૂકી છે. કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓ અને માતા-પિતા ઘણા સમયથી પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા હતા.

મોટો નિર્ણય / કુંભથી પરત ફરતા લોકોને લઇને કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

આ વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઈન પરીક્ષા 2021 ને 4 તબક્કામાં યોજવાનો નિર્ણય લીધો છે. જેમાંથી ફેબ્રુઆરી અને માર્ચ સત્ર માટેની પરીક્ષાઓ અગાઉ લેવામાં આવી ચુકી છે. 27, 28 અને 30 એપ્રિલનાં રોજ યોજાનારી JEE મેઈન પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. 24 મે 2021 થી 28 મે 2021 દરમિયાન યોજાનારી JEE મેઈન પરીક્ષાનાં ચોથા તબક્કા અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોઈ જાહેરાત કરી નથી.

રાજકારણ / ઉતાવળથી લોકડાઉન થશે નહીં, હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી : અમિત શાહ

આ અગાઉ શિક્ષણ મંત્રાલયે મે મહિનામાં લેવાયેલી સીબીએસઈ બોર્ડની પરીક્ષા પણ મુલતવી રાખી છે. વળી સીઆઈએસસીએ 10 માં ધોરણની પરીક્ષા પણ મુલતવી રાખી છે. આ સિવાય દેશનાં ઘણા રાજ્યોએ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ