Covid-19/ કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20.92 કરોડ થયા, ભારતમાં પણ ઓછો નથી રહ્યો કોરોનાનો ખતરો

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20.92 કરોડ થયા છે. આ સાથે, આ મહામારીથી મૃત્યુઆંક વધીને 43.9 લાખ થયો છે.

Top Stories Trending
રહ્યો

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20.92 કરોડ થયા છે. આ સાથે, આ મહામારીથી મૃત્યુઆંક વધીને 43.9 લાખ થયો છે. વળી, અત્યાર સુધીમાં 4.78 અબજ લોકોને રસી આપવામાં આવી છે. આ ડેટા જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ કર્યો છે. ગુરુવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે, 20,92,22,017, 43,92,130 અને 4,78,76,68,861 છે.

1 135 કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20.92 કરોડ થયા, ભારતમાં પણ ઓછો નથી રહ્યો કોરોનાનો ખતરો

વિશ્વમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, સમગ્ર વિશ્વનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અને મોતની સંખ્યા અમુક્રમેઃ 3,71,48,877 અને 6,24,209 સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. 3,22,85,857 કેસો સાથે સંક્રમણનાં મામલામાં ભારત બીજા ક્રમે છે. 30 લાખથી વધારે કેસવાળા અન્ય સૌથી પ્રભાવિત દેશ બ્રાઝિલ (20,457,897), રશિયા (6,572,246), ફ્રાન્સ (6,611,444), યુકે (6,385,982), તુર્કી (6,138,422), આર્જેન્ટિના (5,106,207), કોલંબિયા (4,877,323), સ્પેન (4,745,558 ), ઇટલી (4,456,765), ઈરાન (4,556,417), ઇન્ડોનેશિયા (3,908,247), જર્મની (3,846,226) અને મેક્સિકો (3,152,205) છે. 5,71,662 મૃત્યુ સાથે બ્રાઝીલ બીજા ક્રમે છે. ભારત (4,32,519), મેક્સિકો (2,50,469), પેરુ (1,97,393), રશિયા (1,69,948), યુકે (1,31,577), ઇટાલી (1,28,579), કોલંબિયા (1,23,781), ઇન્ડોનેશિયા (1,21,141) ફ્રાન્સ (1,13,239) અને આર્જેન્ટિના (1,09,652) માં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે.

1 136 કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20.92 કરોડ થયા, ભારતમાં પણ ઓછો નથી રહ્યો કોરોનાનો ખતરો

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

ભારતમાં કોરોનાનો ખતરો હજુ પણ યથાવત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 36,401 નવા કેસ નોંધાયા છે, જ્યારે 39,157 લોકો કોરોનામાંથી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 3,15,25,080 કોરોના દર્દીઓ કોરોનાથી ઠીક થયા છે. અત્યારે ભારતમાં કોરોનાનાં 3,64,129 સક્રિય કેસ છે, જે છેલ્લા 149 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 530 લોકોનાં મોત થયા છે. આ સાથે, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 4,33,049 પર પહોંચી ગયો છે. કોરોના સામે સૌથી અસરકારક હથિયાર કોરોનાની રસી છે, જે દેશમાં ઝડપથી અમલમાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના રસીનાં 56,64,88,433 ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે 56,36,336 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.