IPL/ ગુજરાતે રાજસ્થાનને જીતવા માટે 193 રનનો આપ્યો ટાર્ગેટ,હાર્દિક પંડ્યાની તોફાની બેંટિગ

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ સામે જીત માટે 193 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત માટે હાર્દિકે સૌથી વધુ 87 રન બનાવ્યા અને છેલ્લી ઘડી સુધી અણનમ રહ્યો.

Top Stories Sports
15 9 ગુજરાતે રાજસ્થાનને જીતવા માટે 193 રનનો આપ્યો ટાર્ગેટ,હાર્દિક પંડ્યાની તોફાની બેંટિગ

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ સામે જીત માટે 193 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત માટે હાર્દિકે સૌથી વધુ 87 રન બનાવ્યા અને છેલ્લી ઘડી સુધી અણનમ રહ્યો. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ અને કુલદીપ સેને એક-એક વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત ખરાબ રહી કારણ કે તેણે 53 રનમાં તેમની ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યા અને અભિનવ મનોહરે મળીને ચોથી વિકેટ માટે 86 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન હાર્દિકે સિઝનની સતત બીજી અડધી સદી ફટકારી હતી. જ્યારે અભિનવ મનોહર 28 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. અંતે, ડેવિડ મિલર અને હાર્દિકે પાંચમી વિકેટ માટે 53 રનની અતૂટ ભાગીદારી કરી હતી. મિલર 14 બોલમાં 31 રન બનાવ્યા બાદ છેલ્લી ઘડી સુધી અણનમ રહ્યો હતો.