ભાવવધારો/ શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

Top Stories Trending Business
તેલ શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

તો શું આગળના સમયમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોના ભાવ વધતા જ જશે. અને સામાન્ય જનતાને તેમાંથી કોઇ રાહત નહી મળે..? વિશેષજ્ઞો પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓછા કરવાના રસ્તા બતાવી રહયા છે. પણ તે તમામ રસ્તા ઘણા કઠિન છે. જેના પર ચાલવા માટે ઘણી કસરત સરકારને કરવી પડે તેમ છે. સીધો રસ્તો તો એ છે કે કેન્દ્ર અને રાજય સરકાર બંને તેલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી ઓછી કરે. પણ તે બંને તેવું કરવાના મૂડમાં નથી.

ક૨ 8 શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

સરકારો જો પેટ્રોલ અને ડિઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો ધડામ કરતાં તેના ભાવમાં મોટો ઘટાડો આવી શકે તે એક સીધો રસ્તો છે. અને બીજો એક રસ્તો છે કે તેના પર સબસીડી વધારવામાં આવે પણ તે મોદી સરકારની આર્થિક વિચારધારાની વિરૂદ્ધમાં છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ કહે છે કે સબસીડી પાછા હટવાનું પગલું છે. વિચારો જો… પેટ્રોલની કિંમત ઘટે તો અમીરોને પણ ફાયદો થશે. ન માત્ર ગરીબોને. ગેસમાં આપણે એવું કરી શક્યા છીએ. પેટ્રોલમાં પણ એવું કરી શકાય જેમ કે એલપીજી સિલીન્ડરમાં મોટી રેસ્ટોરન્ટ અને હોટલોને સબસિડી નથી અપાતી. માત્ર ગરીબોને અપાય છે.

gas cyclinder શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

સામાન્ય લોકોને રાહત પહોચાડવાનો એક ત્રીજો વિકલ્પ છે. કે તેલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે. પણ તે એક રાજકીય મુદ્દો છે. કારણ કે રાજય સરકારોએ જીએસટી માટે ત્યારે હા પાડી હતી કે દારૂ અને પેટ્રોલને જીએસટીમાંથી બહાર રાખવામાં આવે અને તેનું જ કારણ છે કે દારૂ અને પેટ્રોલ,ડીઝલ વગેરે પર એક્સાઇઝ ડ્યુટી લગાવીને રાજય સરકારો ખુબ રૂપિયા કમાય છે. વડાપ્રધાનથી લઇને મંત્રીમંડળના તમામ મંત્રી પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની વકાલત કરતા રહ્યા છે.

સરકાર પાસે બીજો એક વિકલ્પ એવો છે કે ભારત સરકાર ઇરાન અને વેનેઝુએલાથી કાચુ તેલ ખરીદવાનો પ્રયાસ કરે. આ બંને દેશોમાં અમેરીકાના પ્રતિબંધોને કારણે આવક ઘટાડામાં છે. ઇરાનથી ભારત ડોલરને બદલે રૂપિયનામાં તેલ ખરીદવાનો ઇરાદો રાખે છે. અને તેના માટે ઇરાન પણ તૈયાર છે. કેટલાક વિશેષજ્ઞો એવી પણ સલાહ આપે છે કે ભારત તેના તેલના સ્ટ્રેટેજીક રિઝર્વ ભંડારને વધારે જો કે હાલમાં દેશમાં તેલની આયાત સંપુર્ણ પણે રોકવા માટે સામાન્ય લોકોની જરૂરીયાતોને પહોચી વળવા ભંડારમાં ૧૦ દિવસનું તેલ હોવું જરૂરી છે. ખાનગી કંપનીઓ પાસે કેટલાય દિવસો માટે તેલના ભંડાર છે.

આધાર 7 13 શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

સરકાર આ ૧૦ દિવસોને ૯૦ દિવસ સુધી રિઝર્વ વધારવા માંગે છે. અને તેના પર પણ કામ શરૂ થઇ ગયુ છે. હાલમાં સ્ટ્રેસ્ટ્રેટેજિક રિઝર્વ ઇમરજન્સીના સમય માટે ઉપયોગમાં લેવાય છે. પણ આંતરાષ્ટ્રીય બજારમાં આપતિ કે યુદ્ધના કારણે જો તેલના ભાવ આકાશે પહોચે તો ભંડારમાં જમા કરેલા આ તેલનો ઉપયોગ કરી શકાય. દુનિયામાં હાલના સમયે આવા મોટા તેલના ભંડાર અમેરીકાએ બનાવી રાખ્યા છે. અમેરીકા અને ચીન પછી તેલની સૌથી વધારે આયાત ભારત કરે છે. અને એટલા માટે વિશેષજ્ઞો ભાર આપીને રિજર્વ વધારવાની વાત કરે છે.

ભારતમાં પેટ્રોલિયમ અને ગેસની જરૂર બહુ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે. અને એટલા માટે તેને આયાત કરવા પડે છે. દેશને પાછલા વર્ષે પોતાના ખર્ચનો ૮પ ટકા હિસ્સો વિદેશથી આયાત કરવો પડે છે. જેનો ખર્ચ લગભગ ૧૨૦ અરબ ડોલર હતો. વિશેષજ્ઞોની વચ્ચે ઘણા સમયથી એક વિચાર ચર્ચાનો મુદ્દો બનેલો છે. અને તે એ છે કે ભવિષ્યમાં લાંબા સમય માટે આ સમસ્યાનો ઉપાય શોધવામાં આવે. અને તેલની નીર્ભરતા ઓછી કરવામાં આવે. મોદી સરકાર ખુબ લાંબા સમયથી અને યોજનાઓ પર કામ શરૂ કરવાનો વિચાર કરી રહી છે.

વિશેષજ્ઞો કહે છે કે ભારત સરકારને આગળનું વિચારવું જોઇએ. તેમની સલાહ હતી કે ૧૦થી ૧પ વર્ષને ધ્યાનમાં રાખીને આગળની યોજનાઓ બનાવવી જોઇએ. જો કે આગળ જતાં તેલનો વપરાશ ઘણો ઓછો થઇ જશે. આપણે ઇલેક્ટ્રીક વાહનો તરફ આગળ વધી રહયા છીએ. હાઇડ્રોજન તરફ આગળ વધી રહયા છીએ. કે પછી પ્રાકૃતિક ગેસની તરફ વધી રહયા છીએ. તે સારી વાત છે પણ આ ૨૦૩૦-૩પથી પહેલાં શક્ય નથી.