Covid-19/ વૈશ્વિક સ્તરે કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36.56 લાખ કેસ

દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં 36.56 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વળી, આ રોગચાળાને કારણે કુલ 56.3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Top Stories World
Corona World
  • વૈશ્વિક સ્તરે કોરોનાનો હાહાકાર
  • છેલ્લા 24 કલાકમાં 36.56લાખ કેસ
  • વિશ્વભરમાં એક્ટિવ કેસ 7.11 કરોડ
  • સપ્તાહમાં જ વિશ્વમાં 2.33 કરોડ કેસ
  • USમાં 24 કલાકમાં 5 લાખ નવા કેસ
  • USમાં સપ્તાહમાં જ 40 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં 3.92 લાખ કેસ
  • ફ્રાન્સમાં સપ્તાહમાં જ 25 લાખ નવા કેસ
  • બ્રાઝીલમાં 24 કલાકમાં 2.28 લાખ કેસ
  • બ્રાઝીલમાં સપ્તાહમાં જ 12 લાખ કેસ
  • જર્મનીમાં 24 કલાકમાં 1.89 લાખ કેસ
  • ઈટાલીમાં 24 કલાકમાં 1.55 લાખ કેસ
  • સ્પેનમાં 24 કલાકમાં 1.30 લાખ કેસ

દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં 36.56 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વળી, આ રોગચાળાને કારણે કુલ 56.3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 9.89 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અમેરિકા અત્યાર સુધી સૌથી વધુ કોરોના કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

શુક્રવારે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 365,609,893 પર પહોંચી ગઈ છે. વળી, સંક્રમણની પકડમાં આવેલા 5,635,890 દર્દીઓનાં મોત થયા છે. રોગચાળા સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ, વિશ્વભરમાં કોરોનાનાં 9,892,070,039 ડોઝ આપવામાં આવ્યા છે. CSSE મુજબ, અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે જેમાં વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અનુક્રમે 73,401,269 અને 878,335 છે. કોરોનાનાં કેસોમાં ભારત બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કોરોનાનાં 40,371,500 કેસ છે જ્યારે 4,91,700 લોકોનાં મોત થયા છે, ત્યારબાદ બ્રાઝિલમાં કોરોનાનાં 24,789,795 કેસ છે જ્યારે 625,390 લોકોનાં મોત થયા છે. CSSE ડેટા અનુસાર, 50 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સ (18,241,439), યુકે (16,357,684), તુર્કી (11,250,107), રશિયા (11,217,423), ઇટાલી (10,539,601), સ્પેન (9,660,208),  જર્મની (9,335,854), આર્જેન્ટિના (8,207,752), ઈરાન (6,293,695) અને કોલંબિયા (5,816,462) છે.

આ પણ વાંચો – LLC T20 / સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન

જે દેશોએ 100,000 થી વધુ મૃત્યુઆંકને પાર કર્યો છે તેમાં રશિયા (322,135), મેક્સિકો (303,776), પેરુ (204,769), યુકે (155,559), ઇટાલી (145,159), ઇન્ડોનેશિયા (144,261), કોલંબિયા (2331), ઈરાન (233,231) , ફ્રાન્સ (131,007), આર્જેન્ટિના (120,352), જર્મની (117,377), યુક્રેન (106,373) અને પોલેન્ડ (104,636) સામેલ છે.