Gandhinagar News/ GMCનો ટેક્સ અધિકારી લાંચ લેતા ઝડપાયો

Bribe : અરજદાર પાસેથી ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ એક લાખ રૂપિયાની લાંચ માગી હતી

Gujarat Gandhinagar
અરજદાર પાસેથી ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ એક લાખ રૂપિયાની લાંચ(Bribe) માગી હતી

Gandhinagar News : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયા એક લાખ રૂપિયાની લાંચ(Bribe) લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાથી મ્યુનિસિપલ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, ઉપેન્દ્ર સુતરીયાએ એક અરજદાર પાસેથી ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ એક લાખ રૂપિયાની લાંચ(Bribe) માગી હતી. અરજદાર લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું.

નક્કી કરાયેલા પ્લાન મુજબ, જ્યારે ઉપેન્દ્ર સુતરીયા કોર્પોરેશનની કચેરીમાં લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે ACBની ટીમે તુરંત જ દરોડો પાડી તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેઓ પાસે પ્રોફેશનલ ટેક્સ અને વાહન ટેક્સ વિભાગ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ હતી, અને આ વિભાગ અંગે અગાઉથી પણ અનેક ફરિયાદો ઉઠતી રહી હતી.

ACBએ લાંચ તરીકે લેવામાં આવેલી રકમ જપ્ત કરી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ, અધિકારીના નિવાસસ્થાન અને અન્ય મિલકતોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી ગાંધીનગરના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.


આ પણ વાંચો : ભાવનગર: મિલકત ટ્રાન્સફર કરાવવા લાંચ માંગ્યાનો આરોપ

આ પણ વાંચો : ઉકાઈમાં મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો : પાલનપુર નજીક ACBનો સફળ ટ્રેપ, વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી ઝડપાયા