Godhra/ આ તાલુકાના સરપંચોએ TDO સામે બાયો ચઢાવી

ગોધરા તાલુકા પંચાયત ના સરપંચો દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે બાયો ચઢવાતા લાખો રૂપિયાના કામો કરવા છતાં તે કરેલા કામોના નાણાં(બિલો) કોઈપણ કારણ વગર અટકાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી ની જોહુકમી સામે ગાંધીનગર પંચાયત મંત્રીને તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને આ મામલે રજુઆત બાદ પણ કોઈ પરિણામ ન આવતા ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

Gujarat Others
bhayali 5 આ તાલુકાના સરપંચોએ TDO સામે બાયો ચઢાવી

@નામદેવ પાટીલ, ગોધરા

ગોધરા તાલુકા પંચાયત ના સરપંચો દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે બાયો ચઢવાતા લાખો રૂપિયાના કામો કરવા છતાં તે કરેલા કામોના નાણાં(બિલો) કોઈપણ કારણ વગર અટકાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી ની જોહુકમી સામે ગાંધીનગર પંચાયત મંત્રીને તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને આ મામલે રજુઆત બાદ પણ કોઈ પરિણામ ન આવતા ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

bhayali 6 આ તાલુકાના સરપંચોએ TDO સામે બાયો ચઢાવી

Bombay High Court / અર્નબ ગોસ્વામીને આજે પણ હાઇકોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાની …

gujarat / રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોને દિવાળીની ભેટ, હવે …

ગોધરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના ૧૦૦ ઉપરાંત સરપંચો એ બાયો ચઢાવતા ગોધરા તાલુકા વિકાસ અધિકારીની જોહુકમી અને કાર્યપધ્ધતિ સામે વિરોધ દર્શાવ્યો હતો.જેમાં સરપંચોએ પોતાના પંચાયત વિસ્તારના ગામોમાં કરેલા વિકાસના કામોના નાણાંના બિલો પર તાલુકા વિકાસ અધિકારી સહી ના કરતા હોવાનો આક્ષેપ પણ સરપંચોએ કર્યો હતો. ત્યારે આ અધિકારીની ફરિયાદ પણ ગાંધીનગર ખાતે પંચાયત મંત્રી ને કરતા તેઓ તરફથી પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા સરપંચો માં નિરાશા વ્યાપી હતી. ત્યારે ગોધરા તાલુકાના 100 ઉપરાંત સરપંચો દ્વારા આગામી સોમવારે તા.૯/૧૧/૨૦૨૦ ના રોજ તાલુકા પંચાયત ગોધરા ખાતે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ બાયો ચઢવાતા આ મામલો ગરમાયો હતો ત્યારે આગામી સમયમાં આના શુ પરિણામ આવશે એ તો આવનાર સમય જ બતાવશે હાલ તો તેમ લાગી રહ્યું છે.

suprime court / ઘરની અંદર SC/ST  વિરુદ્ધ ટિપ્પણી કરવીએ ગુનો નથી: સુપ્રીમ કોર…

ચેતવણી / WHOઓ વિશ્વને આપી ચેતવણી, નવી મહામારી(રોગચાળો) માટે રહો તૈયાર…