Not Set/ બકરાની બલી ચઢાવવા જતાં અવું બન્યું કે લોકો આવાક બની ગયા!જાણો વિગત

તહેવારો દરમિયાન તેમની આસ્થા માટે પ્રાણીઓની બલી ચઢાવવામાં આવે છે. ઘણી વખત યજ્ઞ દરમિયાન કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે

Top Stories India
જોો બકરાની બલી ચઢાવવા જતાં અવું બન્યું કે લોકો આવાક બની ગયા!જાણો વિગત

જ્યારે લોકો તહેવારો દરમિયાન તેમની આસ્થા માટે પ્રાણીઓની બલી ચઢાવવામાં આવે છે. ઘણી વખત યજ્ઞ દરમિયાન કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે કિસ્સાઓ યાદગાર બની જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં આંધ્રપ્રદેશમાંથી સામે આવ્યો છે જ્યાં તહેવાર નિમિત્તે બકરાની બલિ ચઢાવવામાં આવી રહી હતી, પરંતુ જે વ્યક્તિ બકરાની ગરદન કાપવા જઈ રહ્યો હતો, ત્યારે તેણે બકરાને પકડનારની ગરદન કાપી નાંખી હતી ,  વાસ્તવમાં આ ઘટના આંધ્ર પ્રદેશના ચિત્તૂરની છે.  અહેવાલ મુજબ, અહીં સ્થિત વલસાપલ્લેના એક મંદિરમાં સંક્રાંતિના અવસર પર બલીની વિધિ કરવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અહીં આસપાસના લોકો દર વર્ષે સંક્રાંતિની ઉજવણી દરમિયાન પ્રાણીઓની બલિ ચઢાવે છે અને સ્થાનિક યેલમ્મા મંદિરમાં અર્પણ કરે છે. હંમેશની જેમ આ વખતે પણ અહીં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માટે એક બકરો લાવવામાં આવ્યો હતો અને તે જ બલી ચઢાવવાની હતી પરંતુ આ દરમિયાન કાર્યક્રમમાં કંઈક એવું બન્યું કે હંગામો મચી ગયો. જે વ્યક્તિએ બકરાની ગરદન કાપવા જઈ રહ્યો હતો તેનું નામ ચલપતિ અને જેણે બકરાને પકડી રાખ્યો હતો તેનું નામ સુરેશ છે. બલિ દરમિયાન અચાનક ચલપતિએ બકરાને બદલે સુરેશની ગરદન કાપી નાખી. તેની ગરદન કપાતા જ નીચે પડી ગયો હતો જેનાથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પોલીસ અધિકારીને કહેવામાં આવ્યું કે આરોપી નશામાં હતો અને તેણે દારૂ પીધો હતો. દરમિયાન, સુરેશને નજીકની મદનપલ્લેની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેમણે તેની ઈજાઓથી દમ તોડ્યો. મદનપલ્લે કેટલાક લોકો વતી પરંપરા મુજબ એક પ્રાણીની બલી ચઢાવી રહ્યા હતા અને તે બકરાને પકડી રાખવા મદદ કરી રહ્યો હતો

પોલીસે જણાવ્યું કે નશાખોર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતક સુરેશ પરિણીત હતો અને તેને બે સંતાનો છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે શું ચલપથીને સુરેશ સાથે કોઈ વિવાદ હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત પક્ષકારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.