Vaccine/ સ્થાનિક બજારમાં જાહેર જનતાને ક્યારે મળશે કોરોના રસી, એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ માહિતી આપી

સ્થાનિક બજારમાં જાહેર જનતાને ક્યારે મળશે કોરોના રસી, એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ માહિતી આપી

India
bansuri 20 સ્થાનિક બજારમાં જાહેર જનતાને ક્યારે મળશે કોરોના રસી, એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ માહિતી આપી

કોરોના રસી ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં દરેકને મળી શકે છે. એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ બુધવારે કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે હમણાં આરોગ્ય કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને તે પછી 50 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસી મળશે. ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે ખુલ્લા બજારમાં  ટૂંક સમયમાં મળી શકે. રસી બજાર માં મુકાય એ પહેલા મુખ્ય પ્રાધાન્ય લક્ષ્યવાળા લોકોનું રસીકરણ કરવું ખુબ જરૂરી છે. અને ત્યારબાદ જ રસી બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવશે. આ ઉપરાંત માંગ અને સપ્લાયમાં કોઈ સમસ્યા ન સર્જાય તે બાબતે પણ કાળજી લેવામાં આવશે. ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આવી સ્થિતિ આ વર્ષના અંત સુધીમાં અથવા તે પહેલા જ આવી શકે છે.

તેમણે કહ્યું કે એકવાર પુરવઠા અને માંગની સ્થિતિમાં સુધારો થાય  અને ફ્રન્ટ લાઈન વોરિયર લોકોને રસી અપાય  તે પછી, કોરોના રસી પણ ખુલ્લા બજારમાં વેચવાનું શરૂ કરશે. હાલમાં દેશભરના આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. આ પછી, જાહેર સેવાઓમાં રોકાયેલા લોકો અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ કરવામાં આવશે.

રસીકરણના અભિયાન અંતર્ગત, હજી સુધી આરોગ્ય પ્રધાન સહિત ઘણા દિગ્ગજ નેતાઓને પણ રસી અપાઈ નથી. આ અંગે જ્યારે સવાલ ઉભો થયો ત્યારે આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને કહ્યું હતું કે જ્યારે 50 વર્ષની વયનો રાઉન્ડ શરૂ થશે ત્યારે તેમને આ રસી મળશે.

Chinese dragon / આખરે, વિશ્વમાં કેમ વધી રહ્યો છે ચીનનો દરજ્જો ? અમેરિકનો પણ દિલ ખોલી કરી રહ્યા છે રોકાણ

Business / વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ફરી એકવાર જેફ બેઝોસ, મુકેશ અંબાણી ટોપ 10 સમૃદ્ધ યાદીમાંથી આઉટ

toolkit case / ગ્રેટા ટૂલકીટ કેસમાં નિકિતા જેકબને કોર્ટથી રાહત, ત્રણ અઠવાડિયા સુધી અટકાયત અટકી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ