Not Set/ ગોલ્ડ સિલ્વરમાં વધેલો રેશિયોઃ અર્થવ્યવસ્થામાં સંકટનો સંકેત

સોના-ચાંદીની કિંમતોનો રેશિયો ઘણો ઉંચે પહોંચ્યો છે ત્યારે આર્થિક વિશ્લેષ્કો તેને બજારમાં આવનારા સંકટ પહેલાના વધારા તરીકે જોઈ રહ્યા છે. સોના-ચાંદીની કિંમતોનો રેશિયો વર્ષ 2010માં નીચો ઉતર્યા બાદ સતત વધી રહ્યો છે.  હાલમાં આ રેશિયો 86 કરતાં વધુ છે.  ત્યારે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે આ કિંમતી ધાતુની કિંમતમાં સતત વધારો થાય છે […]

Business
gold and silver ગોલ્ડ સિલ્વરમાં વધેલો રેશિયોઃ અર્થવ્યવસ્થામાં સંકટનો સંકેત

સોના-ચાંદીની કિંમતોનો રેશિયો ઘણો ઉંચે પહોંચ્યો છે ત્યારે આર્થિક વિશ્લેષ્કો તેને બજારમાં આવનારા સંકટ પહેલાના વધારા તરીકે જોઈ રહ્યા છે.

સોના-ચાંદીની કિંમતોનો રેશિયો વર્ષ 2010માં નીચો ઉતર્યા બાદ સતત વધી રહ્યો છે.  હાલમાં આ રેશિયો 86 કરતાં વધુ છે.  ત્યારે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે આ કિંમતી ધાતુની કિંમતમાં સતત વધારો થાય છે તેનું શું કારણ, શું અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં કોઈ સંકટ આવવાનું છે.  વોશિંગ્ટનમાં આવેલું   સિલ્વર ઇન્સ્ટિટયૂટનું તારણ આવું જ કંઇક જણાવે છે.

ભાવ વધારાનો અર્થ ભાવિ સંકટ

સિલ્વર ઇન્સ્ટિટયૂટે  પોતાનો વાર્ષિક અહેવાલ આપતા જણાવ્યું કે  જ્યારે સોના-ચાંદીની કિંમતોનો રેશિયો વધે છે  ત્યારે ભાવિ સંકટની ખબર પડે છે.  સામાન્ય રીતે  આ રેશિયો  80 ઉપર જાય છે તો તે ઘણો વધારે મનાય છે. અને આ વર્ષે આ સરેરાશ 82 કરતાં વધુ રહ્યો છે. આ રેશિયો જણાવે છે કે  એક ઔંસ સોનામાંથી કેટલા ઔંસ ચાંદી ખરીદી શકાય છે.  આ રેશિયો જેટલો વધારે હોય સોનાની કિંમત તેટલી જ વધારે હોય છે આ રેશિયો  ઓછો હોવાનો અર્થ છે કે ચાંદીમાં મજબૂતી આવી રહી છે .

અહેવાલ અનુસાર  સંકટની સ્થિતમાં સોના-ચાંદીની કિંમતમાં રેશિયોમાં ભારે વધારો થઈ શકે છે આ રેશિયો કેટલો હશે તે સંકટની પ્રકિત પર નિર્ભર છે જો બજારમાં સતત અસ્થિરતા વધશે તો  રોકાણકારો સામાન્ય રીતે ચાંદીની સરખામણીમાં સોનાને વધારે મહત્વ આપશે.

વિશ્વભરની બેંકોએ ખરીદ્યું સોનુ

આ રેશિયો જોકે કોઈ ભાવિ સંકટનો એકમાત્ર સંકેત નથી. હાલના એક અહેવાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું છે કે વિશ્વભરમાં કેન્દ્રીય બેંક વધુમાં વધુ સોનુ ખરીદીને  વિદેશી મુદ્રા ભંડાર વધારી રહી છે. જે કોઈ ભાવિ સંકટનો સંકેત લાગે છે.  જેના માટે ડાયવર્સિફિકેશનની જરૂરિયાત છે.  સાથે જ હાલના સમયમાં  ડોલર પછી સોનામાં રોકાણને ઉત્તમ સમજવામાં આવે છે. વર્ષ 2018માં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ પોતાના રિર્ઝવમાં  650 ટન સોનાનો સમાવેશ કર્યો છે જે 1971 બાદ બેંકો દ્વારા કરવામાં આવેલી સોનાની સૌથી વધુ ખરીદી છે.