Gold Rate/ સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર, લગ્નસરાની સિઝનની અસર

દેશમાં લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓની મોટાપાયે ખરીદી થઈ રહી છે અને 77 હજારની સપાટી વટાવીને સોનાની જેમ ચાંદી પણ તેની ચમક વધુ ફેલાવી રહી છે.

Business
મનીષ સોલંકી 95 સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર, લગ્નસરાની સિઝનની અસર

સોનાની ચમક વધી. એમસીએક્સ પર સોનાના દામ ઓલટાઇમ હાઈ પર આવ્યા છે. આજે પ્રતિ 10 ગ્રામ સોના ભાવ 62883 રૂપિયા એ પંહોચ્યા છે. ફ્યુચર માર્કેટમાં કાલે સોનું 62722 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું હતું.

મલ્ટિ કોમોડિટીના એક્સચેન્જ ખુલવા સાથે ગોલ્ડ 62800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેવલ પાર પંહોચ્યું. જે અત્યાર સુધીનું સૌથી વધુ ઉચ્ચ સ્તર પર છે. એમસીએક્સ પર સોનાનો ફેબ્રુઆરી વાયદો સૌથી ઊંચા સ્તર 62833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. અને તેમાં સતત વધારો હજુ ચાલુ છે. દેશમાં લગ્નસરાની સિઝનના પગલે માંગ ઘણી વધી રહી છે. કોમેક્સ પર ગોલ્ડ 2044.30 ડોલર પ્રતિ ઔંસ પર છે અને તે 4.30 ડોલર અથવા 0.21 ડોલરમાં આગળ વધે છે.

મલ્ટિ કોમોડિટીના એક્સચેન્જ પર 62385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. અને તેમાં 2,347 લોટનો કારોબાર જોવા મળ્યો. કાલે જોવા મળેલ નબળી હાજિર માંગ વચ્ચેના સટોરિયન્સે ડીલ સાઈઝમાં ઘટાડા કર્યો જેનાની વાયદા કારોબારમાં મંગળવારે સોનાની કિમંતમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આગળ વધારો થતા સાથે કલોઝિંગ સમયે સફળતા મળી.

સોના બાદ ચાંદી ધાતુમાં સામાન્ય વધારો જોવા મળ્યો. એમસીએક્સ પર ચાંદીની કિંમત 164 રૂપિયા અથવા 0.21 ટકા વધીને 77157 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અને તે પણ વધારા સાથે કારોબાર કરી રહી છે. ચાંદીના આ ભાવ તેના માર્ચ વાયદા માટે છે. દેશમાં લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓની મોટાપાયે ખરીદી થાય છે અને 77 હજારની સપાટી વટાવીને સોનાની જેમ ચાંદી પણ તેની ચમક વધુ ફેલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર, લગ્નસરાની સિઝનની અસર


આ પણ વાંચો : ગુજરાત TAT 2023નું પરિણામ જાહેર,આ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશો

આ પણ વાંચો : ન્યુજર્સીના પ્લેનફિલ્ડમાં ભાણેજે ગુજરાતી પરિવારની કરી હત્યા, ગુજરાતમાં રહેતો પરિવાર આઘાતમાં

આ પણ વાંચો : Israel Hamas War/ ભારતે યુએનજીએમાં યુદ્ધવિરામનું સ્વાગત કર્યું, બંધકોને બિનશરતી મુક્ત કરવાની અપીલ કરી