Business/ ધનતેરસ પર ધનવર્ષા, એક જ દિવસમાં 30 હજાર કરોડનું સોના-ચાંદીનું વેચાણ થયું

ધનતેરસ પર બજારમાં પૈસાનો જોરાદર વરસાદ થયો હતો. આ ધનતેરસ પર થયેલી રેકોર્ડ ખરીદીને કારણે ગત વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો હતો.

Trending Business
YouTube Thumbnail 2023 11 11T111641.827 ધનતેરસ પર ધનવર્ષા, એક જ દિવસમાં 30 હજાર કરોડનું સોના-ચાંદીનું વેચાણ થયું

ધનતેરસ પર બજારમાં પૈસાનો જોરાદર વરસાદ થયો હતો. આ ધનતેરસ પર થયેલી રેકોર્ડ ખરીદીને કારણે ગત વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. ધનતેરસ પર દેશભરના બજારોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ ફેડરેશનના જણાવ્યા અનુસાર, ધનતેરસ પર લોકોએ દેશભરમાં લગભગ 27 હજાર કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું.

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ ફેડરેશનના પ્રમુખ પંકજ અરોરાએ જણાવ્યું કે, ધનતેરસ પર લગભગ 30 હજાર કરોડ રૂપિયાના સોના, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓનું ટર્નઓવર થયું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 27 હજાર કરોડ રૂપિયાના સોનાના આભૂષણોનું જ વેચાણ થયું હતું. સાથે જ આશરે 3 હજારની કિંમતના ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, 2022માં ધનતેરસ પર 25 હજાર કરોડ રૂપિયાનો સોના-ચાંદીનો બિઝનેસ થયો હતો.

નોંધનીય છે કે 2022માં 10 ગ્રામ સોનાની કિંમત 52 હજાર રૂપિયા હતી. જ્યારે આ વખતે તેનું વેચાણ 62 હજાર રૂપિયામાં થઈ રહ્યું છે. જ્યાં ગત દિવાળીએ ચાંદી 58 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે આ વર્ષે 72 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ છે.

હ્યુન્ડાઈ ઈન્ડિયાના સીઓઓ તરુણ ગર્ગે જણાવ્યું કે, કંપનીએ ધનતેરસ પર લગભગ 10 હજાર 300 કાર વેચી. જે ગત વર્ષના આંકડા કરતા બમણાથી વધુ છે. રિલાયન્સ ડિજિટલ જેવી બ્રાન્ડે સારી સંખ્યામાં ગ્રાહકો મેળવ્યા છે. દરમિયાન, LG ઈન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આશિષ અગ્રવાલે જણાવ્યું હતું કે મોટા સ્ક્રીન ટીવીની માંગ અત્યાર સુધી સૌથી વધુ છે. ધનતેરસ પર સૌથી વધુ વેચાતા ટીવી 55-ઇંચ, 65-ઇંચ અને 75-ઇંચ હતા. રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીનની પણ આ જ સ્થિતિ હતી જ્યાં વેચાણ પહેલા કરતા વધારે હતું.


આ પણ વાંચો: દિવાળીની રજામાં પાવાગઢ જતા પહેલા રાખો આ બાબતનું ધ્યાન, દર્શનના સમયમાં થયો ફેરફાર

આ પણ વાંચો: ડલ તળાવના કિનારે હાઉસબોટમાં ભીષણ આગ લાગી, જુઓ વીડિયો

આ પણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી! મૈતેઈ અને કુકી વચ્ચે ભયંકર ગોળીબાર