Crime/ અંડરગારમેન્ટના ઇલાસ્ટિકમાં સિલાઇ કરીને છુપાવ્યું હતુ સોનું, એરપોર્ટ પર કરાઇ ધરપકડ

લખનૌમાં, કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. તે અન્ડરગર્મેન્ટમાં ટાંકા મારીને સોનું લઇને આવી રહ્યો હતો. આ સાથે અન્ય કેટલાક મુસાફરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો મિક્સર અને રોલર સ્કેટમાં સોનાની દાણચોરી કરી રહ્યા હતા. કસ્ટમ્સ વિભાગે ચેકીંગ દરમિયાન સોનું ઝડપી લીધું છે. મળતી માહિતી મુજબ દુબઇથી લખનૌની ફ્લાઇટ […]

India
gold 1 અંડરગારમેન્ટના ઇલાસ્ટિકમાં સિલાઇ કરીને છુપાવ્યું હતુ સોનું, એરપોર્ટ પર કરાઇ ધરપકડ

લખનૌમાં, કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. તે અન્ડરગર્મેન્ટમાં ટાંકા મારીને સોનું લઇને આવી રહ્યો હતો. આ સાથે અન્ય કેટલાક મુસાફરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો મિક્સર અને રોલર સ્કેટમાં સોનાની દાણચોરી કરી રહ્યા હતા. કસ્ટમ્સ વિભાગે ચેકીંગ દરમિયાન સોનું ઝડપી લીધું છે.

મળતી માહિતી મુજબ દુબઇથી લખનૌની ફ્લાઇટ નંબર IX 1194 અને 6E 8457 માં ઉતરનારા 5 મુસાફરો પાસેથી જુદુ જુદુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેમાંથી એક પેસ્ટ તરીકે ઇલાસ્ટિકમાં સોનું રાખીને અંડરગારમેન્ટમાં છુપાવી રાખ્યુ હતુ.

अंडरगारमेंट की इलास्टिक में सिलाई करके छुपाकर सोना तस्करी करने वाला यात्री

આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ મિક્સર અને રોલર સ્કેટમાં સોનાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચેકિંગ દરમિયાન કસ્ટમ વિભાગ દ્વારા આ વ્યક્તિઓ પાસેથી સોનાનો જથ્થો મળી આવ્યો છે, આ સોનાની કિંમત 1 કરોડ 61 લાખની આસપાસ છે. જે લગભગ 3 કિલો 400 ગ્રામ છે. કસ્ટમ્સ વિભાગ તેમની સામે કાર્યવાહી કરી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા મુસફારોમાંથી એક તસ્કર કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ આ દાણચોરીનું રહસ્ય બહાર આવ્યું હતું. હવે વિમાનના તમામ મુસાફરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, બાદમાં તમામનું કોરોના પરીક્ષણ કરવામાં આવશે.

लखनऊ: अंडरगारमेंट की इलास्टिक में छिपाकर ले जा रहा था सोना, एयरपोर्ट पर  अरेस्ट - News AajTak

વિદેશથી ફ્લાઇટ મુસાફરોનો કોરોના ટેસ્ટ એરપોર્ટ પર જ કરવામાં આવે છે. જ્યારે પાંચ તસ્કરોની કોરોના તપાસ કરવામાં આવી હતી, ત્યારે એક તસ્કર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ મુસાફરો અને ટીમે હંગામો મચાવ્યો હતો. આ મામલો તુરંત જ આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો.