Vaccine/ Good News! દેશમાં આ તારીખે આવશે કોરોનાની રસી

આજે દરેક કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા રોગને લઇને ચિંતિત છે. વૈજ્ઞાનિકો કોરોના વાયરસનાં દૂર કરવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છે અને આ રોગચાળાની રસી પર કામ ઝડપથી ચાલી રહ્યું છે….

Top Stories India
zzas 101 Good News! દેશમાં આ તારીખે આવશે કોરોનાની રસી

આજે દરેક કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા રોગને લઇને ચિંતિત છે. વૈજ્ઞાનિકો કોરોના વાયરસનાં દૂર કરવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છે અને આ રોગચાળાની રસી પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.

GSK and Clover's COVID-19 vaccine starts clinical trials - PMLiVE

આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતનાં લોકોને આશા છે કે જલ્દીથી કોરોના રસી આવી જશે. કોરોના રસીની પ્રથમ બેચ આ મહિનાનાં અંતિમ દિવસોમાં રાજધાની દિલ્હી પહોંચશે. જેની માહિતી દિલ્હી એરપોર્ટનાં સીઈઓ વિદેહકુમાર જયપુરીયારે આપી છે. દિલ્હી એરપોર્ટનાં સીઇઓ વિદેહકુમાર જયપુરીયારે જણાવ્યું છે કે, 28 ડિસેમ્બરે કોરોના વાયરસની રસીની પ્રથમ બેચ દિલ્હી આવશે. જયપુરીયારે કહ્યું કે, અમારી પાસે એક દિવસમાં 80 લાખ વિયાલ નિયંત્રિત કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, અહીં બે કાર્ગો ટર્મિનલ છે, જેમાં કૂલ ચેમ્બરની સુવિધા છે. ત્યાં કૂલ ડોલીઝની સુવિધા છે, જેથી કૂલિંગ બ્રેક નથી થતુ. અમે ફરીથી વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

Coronavirus: Fauci says vaccine possible by end of 2020 | Medical Economics

સીઈઓ વિદેહ જયપુરીયારે જણાવ્યું હતું કે, ટેમ્પ્રેચર માટે કંટર્નર્સ હાયર કિયર ગયા છે. 60 થી વધુ ચાર્જિંગ પોઇન્ટ છે. તેમણે કહ્યું કે, કોરોના રસી માટે ઓનલાઇન ટ્રક બુકિંગ થઈ શકશે. તેમણે કહ્યું, ‘હાલમાં આપણને જે સૂચવવામાં આવ્યું છે તેના માટે અમારી તૈયારીઓ પૂરતી છે. પરંતુ, જો ક્ષમતા વધારવાની જરૂર હોય, તો અમે 2-3 દિવસની ટૂંકી સૂચના પર કન્ટેનરની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે કોરોના રસી અંગેનાં આ પ્રોજેક્ટને સંજીવની પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે.

Serum Institute's big announcement on coronavirus vaccine, here's when you will get first dose of COVID-19 vaccine

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની અનેક રસીઓ પર કામ ચાલુ છે. દેશમાં ઘણી વિવિધ કંપનીઓ કોરોના રસી પર કામ કરી રહી છે. કોવિશિલ્ડ રસીની ટ્રાયલ ઘણા સમય પહેલાથી ચાલી રહી હતી. આવી સ્થિતિમાં, તે રસીની રેસમાં મોખરે છે. કેન્દ્ર સરકારે પણ રસીકરણ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને રસી આવ્યા બાદ જ લોકોને રસી લેવાનું શરૂ કરાશે. થોડા દિવસો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં કોરોના રસી લાવવામાં આવશે.

Covid-19 / કોલકતા એરપોર્ટ પર બ્રિટેનથી આવેલા બે યાત્રીઓ કોરોના પોઝિટિવ…

Covid-19 / ભાજપનાં દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્…

Covid-19 / સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો