Gujarat/ ખુશીના સમાચાર : સ્કૂલોના ખુલશે દરવાજા, અનેક લોકોની રોજગારી થશે શરૂ

સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોએ કોરોના કાળ જેવા કપરા સમયમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આંખે અંધારા આવી ગયા હતા. અનલોક 1 અને અનલોક 2 નો પ્રારંભ થયા બાદ નાના મોટા વેપારીઓના ધંધા શરૂ થઇ ગયા હતા.

Gujarat Others
a 418 ખુશીના સમાચાર : સ્કૂલોના ખુલશે દરવાજા, અનેક લોકોની રોજગારી થશે શરૂ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

ગુજરાતમાં કોરોના કાળના પ્રારંભથી સ્કૂલોના દરવાજા ઉપર તાળા લાગી ગયા હતા. ધોરણ 1થી 12 ના વિદ્યાર્થીઓને ઘરેથી ઓનલાઇન એજ્યુકેશન મેળવવાની જાહેરાત કરાઈ હતી. છેલ્લા 10 મહિનાથી સ્કૂલો બંધ હોવાને કારણે તેની સૌથી ભારે અસર સ્કૂલ વર્દીના રિક્ષાચાલકો ઉપર પડી હતી. વિદ્યાર્થીઓને ઘરેથી શિક્ષણ મેળવવાની વિચારણાથી સ્કૂલ વર્દીના રોટલા ઉપર લાત પડી હતી.

સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોએ કોરોના કાળ જેવા કપરા સમયમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આંખે અંધારા આવી ગયા હતા. અનલોક 1 અને અનલોક 2 નો પ્રારંભ થયા બાદ નાના મોટા વેપારીઓના ધંધા શરૂ થઇ ગયા હતા. જોકે, સ્કૂલો શરુ ન થતા સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોએ પોતાની રિક્ષાને મીટર ભાડામાં ફેરવીને પોતાના ઘરના સભ્યોને બે ટાઇમ જમવાનું આપવાની મહેનત શરૂ કરી હતી.

આખરે 10 મહિના બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને શાળમાં જઈને શિક્ષણ મેળવવા માટે લીલીઝંડી દેખાડી છે. જેથી ધૂળ ખાતી સ્કૂલોમાં હવેથી વિદ્યાથીંઓની અવરજવર દેખાશે અને સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોને થોડીક રાહત મળશે, તેમને તેમની રોજગારી મળતી થશે.

મહત્વની વાત એ પણ છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11 ના વર્ગો આગામી 1 ફેબ્રુઆરીએથી શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે મોટા ભાગની સ્કૂલોની આજુ બાજુમાં નાસ્તાની દુકાનો આવેલી હોય છે . જેમની મોટા ભાગની ગ્ર્રાહકી સ્કૂલના વિદ્યાથિઓ દ્વારા થતી હોય છે. કોરોનાએ આવી દુકાનોની ગ્રાહકી પણ તોડી નાખી હતી. જોકે, ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થશે અને વિદ્યાર્થીઓની અવરજવર શરૂ થશે ત્યારે નાસ્તાની દુકાનો ધરાવતા દુકાનદારોની ગ્રાહકી વધશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો