Not Set/ Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?

આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. લોકો હવે આ વાયરસ સાથે જીવન જીવવા મજબૂર બન્યા છે. અને આ વાયરસની સાથે કેવી રીતે આપણા કામોને કરી શકાય તેના પર વિચાર શરૂ કરી રહ્યા છે.

World
123 124 Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?

આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. લોકો હવે આ વાયરસ સાથે જીવન જીવવા મજબૂર બન્યા છે. અને આ વાયરસની સાથે કેવી રીતે આપણા કામોને કરી શકાય તેના પર વિચાર શરૂ કરી રહ્યા છે. આ વચ્ચે વિશ્વભરમાં ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે અને ઘણી કંપનીઓ નવા હાઇ બ્રિડ મોડલને અપનાવી રહી છે.

123 125 Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?

New Vaccine / રશિયાએ સિંગલ ડોઝવાળી ‘સ્પુતનિક લાઇટ’ નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?

હાઇબ્રિડ મોડલ હેઠળ, કંપનીનાં કર્મચારીઓને થોડા દિવસો માટે ઓફિસથી કામ કરવું પડશે અને કેટલાક દિવસો તેઓ પોતાની મરજીનું કાર્ય સ્થળ એટલે કે ઘરેથી કામ કરી શકે છે. આ મામલે Google પાછળ રહી શકે ખરા? જી હા, દિગ્ગજ ટેકનિકલ કંપની Google એ પણ તેને અપનાવવાનો નિર્ણય લીધો છે. ગૂગલ અને આલ્ફાબેટનાં સીઈઓ સુંદર પિચાઇએ એક નોટ દ્વારા માહિતી આપી હતી કે ગૂગલનાં કર્મચારીઓ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસ અને બે દિવસ તેઓ તેમની પસંદગીની જગ્યાથી કામ કરી શકશે. પિચાઇએ કહ્યું કે, આ વર્ષનાં અંત સુધીમાં ઓફિસ ખુલ્યા પછી પણ, કંપનીનાં લગભગ 20 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે, જ્યારે 60 ટકા કર્મચારીઓ અઠવાડિયાનાં કેટલાક દિવસો ઓફિસમાં સાથે કામ કરશે. ઘરેથી સંપૂર્ણ રીતે કાર્ય કરવા માટે, ગૂગલનાં કર્મચારીઓને અરજી કરવી પડશે. સુંદર પિચાઈએ તેમની નોટમાં કહ્યું છે કે, કામ મુજબ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસથી વધુ સમય ઓફિસમાં રહેવું પડી શકે છે. પ્રોડક્ટ એરિયા અને ફંક્શનનાં આધાર પર તેનો નિર્ણય લેવામાં આવશે કે કયા દિવસે ટીમ ઓફિસમાં એક સાથે હાજર રહેશે. ટેકનિકલ કંપની તેના કર્મચારીઓને કંપનીમાં તેમની ભૂમિકા અને ટીમની જરૂરિયાતોને આધારે સપ્તાહમાં પાંચ દિવસ ઘરેથી કામ કરવાની મંજૂરી માટે અરજી કરવાની તક આપશે. મેનેજરની મંજૂરી મેળવ્યા પછી, ગૂગલ કર્મચારીઓ તેમની મુખ્ય ઓફિસમાંથી એક વર્ષમાં ચાર અઠવાડિયા માટે અન્ય સ્થળોએ કામ કરી શકશે.

123 126 Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?

Space Alert ! / બેકાબૂ થયું ચીનનું 19000 કિલોનું રોકેટ, 8 મે પર ધરતી પર મંડરાતો મોટો ખતરો

આપને જણાવી દઇએ કે, 2021 જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરનાં પ્રથમ ક્વાર્ટરનાં નાણાકીય પરિણામો અનુસાર, ગૂગલ પાસે વિશ્વભરમાં 1,39,995 કર્મચારી છે. ગૂગલ દરેક દેશમાં કામ કરતા તેમના કર્મચારીઓનો ડેટા અલગથી બહાર પાડતો નથી, પરંતુ એક અંદાજ મુજબ, ભારતમાં 4 હજારથી વધુ કર્મચારીઓ ગૂગલમાં કામ કરે છે. ગૂગલ તેના વૈશ્વિક ઉત્પાદન વિકાસ માટે વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ભારતમાં રોકાણ કરી રહ્યું છે. તે સર્ચ, ક્લાઉડ, પેમેન્ટ્સ અને એઆઈ સંશોધન કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. ગૂગલની ઓફિસો ભારતનાં ચાર શહેરોમાં છે – બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઇ અને ગુરુગ્રામ.ફેસબુક અને ટ્વિટર હંમેશાથી વર્ક ફ્રોમ હોમ પર ભાર આપી રહ્યુ છે. પિંચાઈએ કહ્યું કે, કાર્યનું ભવિષ્ય ફ્લેક્સિબિલિટી છે. કર્મચારીઓ નવા પરિવર્તન સાથે પોતાનું શ્રેષ્ઠ આપી શકશે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં સુંદર પિચાઈએ કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત માટે મદદની જાહેરાત કરી હતી.

sago str 4 Google હવે નવા હાઇબ્રિડ મોડેલ પર કરી રહ્યુ છે કામ, જાણો તે શું છે?