Ahmedabad News/ ગોતામાં સરકારી મકાનના નામે ₹50 લાખની ઠગાઈ! 40 લોકોને ઘર અપાવવાની લાલચ આપી બે શખસોએ ફસાવ્યા

Gota Housing Fraud: અમદાવાદના ગોતામાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનો અપાવવાની લાલચ આપી બે શખસોએ આશરે 40 લોકો પાસેથી રૂ. 50 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Gota Housing Fraud: ગોતામાં ₹50 લાખની મોટી ઠગાઈ, 40 લોકોને સરકારી મકાનની લાલચ આપી ફસાવ્યા

Ahmedabad News: અમદાવાદના ગોતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી મકાનો અપાવવાની લાલચ આપીને અંદાજે 40 લોકો સાથે છેતરપિંડી (Gota Housing Fraud) કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ નામના બે શખસોએ મકાન અપાવવા અને તેના દસ્તાવેજ કરાવી આપવાના બહાને લોકો પાસેથી કુલ રૂ. 50 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીઓએ દરેક વ્યક્તિ પાસેથી રૂ. 1 લાખથી અઢી લાખ સુધીની રકમ વસૂલી હતી. આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Gota Housing Fraud: પાડોશીએ મકાન અપાવવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા

મેમનગર વિસ્તારમાં ભાડેથી રહેતા અને ઘરઘાટીનું કામ કરતા નરેશ પ્રજાપતિના પાડોશમાં વર્ષ 2024 દરમિયાન ધનરાજ યાદવ રહેતો હતો. ધનરાજે પોતાના મિત્ર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board)નાં મકાનો અપાવી શકાતાં હોવાની વાત કરી નરેશભાઈ અને તેમની પત્નીને ગોતાના વંદે માતરમ રોડ પર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં 1BHK મકાન બતાવ્યું હતું.

આ મકાનની કિંમત રૂ. 8 લાખ નક્કી કરવામાં આવી હતી. જો મકાન નહીં મળે તો આપેલા પૈસા પરત કરવાની ખાતરી પણ આપવામાં આવી (Ahmedabad Crime) હતી. ત્યારબાદ ધનરાજે નરેશભાઈની મુલાકાત નિકુંજ ભરવાડ સાથે કરાવી હતી.

મકાન લાગ્યાનું કહી રૂ. 2.33 લાખ પડાવ્યા

આરોપીઓએ શરૂઆતમાં નરેશભાઈ પાસેથી રૂ. 1.60 લાખ લીધા હતા. ત્યારબાદ તેમને 13 નંબરનું મકાન ફાળવાયું હોવાનું કહી દસ્તાવેજ કરાવવાના બહાને વધુ રૂ. 73,500 વસૂલ્યા હતા. આમ, તેમની પાસેથી કુલ રૂ. 2.33 લાખ લેવામાં આવ્યા હતા.

જોકે, ત્યારબાદ દસ્તાવેજ કરાવવાની વાત આવતાં આરોપીઓએ બહાનાં કાઢવાનું શરૂ કર્યું હતું. ક્યારેક અધિકારીનાં માતાનું અવસાન થયું હોવાનું તો ક્યારેક આગળથી જવાબ આવવાનો હોવાનું કહી સમય પસાર કરવામાં આવતો હતો.

તપાસમાં અન્ય 38 લોકો પણ ઠગાયાની વિગતો સામે આવી

લાંબા સમય સુધી મકાન કે તેના દસ્તાવેજ નહીં મળતાં નરેશભાઈએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે ધનરાજ યાદવ અને નિકુંજ ભરવાડની વાતોમાં આવી અન્ય આશરે 38 લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ તમામ પાસેથી રૂ. 1 લાખથી રૂ. 2.50 લાખ સુધીની રકમ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે સોલા પોલીસ (Solа Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં સરકારી આવાસના નામે રૂ. 50 લાખની ઠગાઈ,બે શખસો સામે ફરિયાદ

આ પણ વાંચો: ડાકોરમાં મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની ઠગાઈનો આરોપ, બે સ્વામી સહિત 5 સામે ફરિયાદ

આ પણ વાંચો: શેરબજારમાં પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી: ગાંધીનગરના DAIICT વિદ્યાર્થી સાથે ઠગાઈ