bribe/ ગાંધીનગરમાં સરકારી કર્મચારી લાંચ લેતાં પકડાયો

પાટનગર ગાંધીનગરમાં જીલ્લા સરકારી તિજોરી કચેરીમાં કામ કરતા…….

Top Stories Gandhinagar Gujarat
Image 2024 05 21T140142.550 ગાંધીનગરમાં સરકારી કર્મચારી લાંચ લેતાં પકડાયો

Gandhinagar: ગાંધીનગરમાં વર્ગ – 4ને કર્મચારીને રૂપિયા 20 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો છે. સરકારી બિલો પાસ કરાવવા લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું હતું.

પાટનગર ગાંધીનગરમાં જીલ્લા સરકારી તિજોરી કચેરીમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીએ લાંચ માંગી હતી તેવી ACBને બાતમી મળી હતી. એસીબીએ છટકું ગોઠવી ગાંધીનગર સેક્ટર 21 સ્થિત એમ.એસ.બિલ્ડીંગમાં આવેલી જીલ્લા તિજોરી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ઐયુબ સુબામીયા ઝાલોરીની ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીઓને માહિતી મળી હતી કે જીલ્લા તિજોરી કચેરી ગાંધીનગર ખાતે ગાંધીનગર જીલ્લાની સરકારી કચેરીઓમાંથી આવતા પગાર બિલો, કન્ટીજન બુલો, ઉચ્ચતર એરિયસ બિલો અને ફિક્સ ટુ ફૂલ પે વગેરે પ્રકારના બિલો મંજુર કરવાના એક બિલના રૂ.3,000 થી રૂ.5,000 ની લાંચની માદગણી કરવામાં આવે છે. જેને આધારે એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવીને આરોપી ઐયુબ ઝાલોરી સાથે વાત કરી ચાર ફિક્સ ટુ પે બિલ મંજુર કરાવવા હોવાનું જણાવ્યું હતું, જેમાં એક બિલના પાંચ હજાર લેખે ઝાલોરીએ રૂ.20,000 સવીકારતા અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો.

વધુ પૂછપરછ કરતાં એસીબીને જાણવા મળ્યું કે સરકારી બિલો પાસ કરાવવા લાંચ માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સ્વચ્છ વહીવટના આગ્રહી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે પણ સ્વચ્છ છબી ધરાવે છે અને પારદર્શક વહીવટમાં માને છે ત્યારે આ પ્રકારના લાંચ પ્રતિષ્ઠાને લાંછન લગાડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે