Gujarat News : રાજ્યમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલન (Farmer Protest,)ને લઈને સરકાર સતત મેરેથોન બેઠકો કરી રહી છે. ખેડૂતોની વિવિધ માંગણીઓ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર (Government)દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે સરકારે મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)અને ઋષિકેશ પટેલ (Rishikesh Patel)ને મહત્વની જવાબદારી સોંપી છે. બંને નેતાઓ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે સંકલન સાધી સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિનું વાતાવરણ ઉભું કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
સરકારના ઉચ્ચ સ્તરે સતત બેઠકો ચાલી રહી છે અને ખેડૂતોને રાજી કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર સકારાત્મક અભિગમ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોના આંદોલન (Farmer Protest)ને લઈને સરકાર ટુંક સમયમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા
સૂત્રોનું કહેવું છે કે સરકાર આજે મોડી રાત્રે અથવા આવતીકાલ દરમિયાન ખેડૂતોને ધ્યાનમાં રાખીને કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાજકીય અને કૃષિ ક્ષેત્રના વર્તુળોમાં સરકારના આગામી નિર્ણય પર સૌની નજર છે. જો સરકાર ખેડૂતોની મુખ્ય માંગણીઓ સ્વીકારશે તો આંદોલનના ઉકેલ તરફ મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલનનો 8મો દિવસ: 5,551 ખેડૂતોનું એક જ દિવસમાં રક્તદાન, ગુજરાતનો નવો રેકોર્ડ
આ પણ વાંચો:જેતપર ખેડૂતોના આંદોલનમાં નવો વળાંક: મંત્રી કાંતિ અમૃતિયાના સગા ભાઈ જ ખેડૂતોની લડતમાં જોડાયા
આ પણ વાંચો:જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: 15 ખેડૂતોએ મુંડન કરાવ્યું, 9 ખેડૂતોના આમરણ ઉપવાસને મળ્યું સમર્થન
